નવી દિલ્હી : આઇપીએલ ચાલુ થઇ ચુકી છે. જો કે તે શરૂ થઇ ત્યારે જ કહેવાયું હતું કે તે ક્રિકેટનાંવિશ્વને બદલી નાખશે. થયું પણ કંઇક તેવું જ. છેલ્લા દસ વર્ષમાં આઇપીએલ પોતાનો જાદુ દરેક દેશ અને ખેલાડી પર ચલાવી ચુકી છે. મોટામાં મોટો ખેલાડી આ લીગમાં રમવા માટે ખુબ જ બેચેન રહે છે. મહેન્દ્રસિંહ ઘોની અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ આ લીગમાં રમીને અબજોપતિ બની ચુક્યા છે. છેલ્લા દસ વર્ષમાં ખેલાડીઓઓએ અહીંથી ખુબ જ કમાણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે ટીમોનું આઇપીએલમાં ધમાકેદાર પ્રદર્શન રહ્યું તેની બ્રાંડ વેલ્યુમાં પણ તેટલો જ વધારો થો. 10 વર્ષની સૌથી સફળ ટીમ ચેન્નાઇ, મુંબઇ અને કોલકાતા છે. આઇપીએલનાં ઇતિહાસ પર નજર નાખીએ તો મુંબઇ સૌથી વધારે સફળ ટીમ રહી છે. તેણે આઇપીએલ ખિતાબ 3 વખત જીત્યો છે. ચેન્નાઇ બે વખત ચેમ્પિયન રહી ચુકી છે. 


જે ખેલાડીઓએ રનનો વરસાદ કર્યો તેમનાં પર પૈસાનો વરસાદ પણસ્વાભાવિક જ છે. જો કે આઇપીએલમાંએક રનની કિંમત 2,21,091 છે. પહેલા 10 વર્ષની સફરમાં આઇપીએલ તમામ ફ્રેન્ચાઇઝીનાં ખેલાડીઓની સેલેરી 42.84 અબજ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ વર્ષો દરમિયાન આઇપીએલમાં 1,93,773 રન બન્યા. તો પ્રતિ રનનો ખર્ચ 2,21,091 રૂપિયાનો પડે છે. 


10 વર્ષમાં આઇપીએલમાં 694 ખેલાડીઓ પર 4284 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. તેની પહેલા 426 ભારતીય ખેલાડીઓ પર 2354 કરોડ રૂપિયા ખર્ચ થયા. 268 વિદેશી ખેલાડીઓ પર 1930 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. અત્યાર સુધી સીઝનમાં 537 મેચ રમાઇ ચુકી છે. તેમાં અત્યાર સુધી 193773 રન બની ચુક્યા છે. તે ઉપરાંત 7416 વિકેટ પડી ચુકી છે. આ દરમિયાન 24208 ઓવર ફેંકવામાં આવી છે.