નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ બેસ્ટમેનોના જોરદાર વખાણ કર્યા હતા. કોહલીએ વેસ્ટઇન્ડિઝની સામે 2-0ની ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ કહ્યું કે, ‘હુ આ જોઇને ખુશ છું કે ભારતના ખેલાડીઓ ફિટ છે, અને રનોના ભૂખ્યા છે. મને એવું લાગી રહ્યું છે, કે આ મેચ બેસ્ટોમેનો માટે મુશ્કેલ હતી. રાજકોટની તૂલનાએ હૈદરાબાદની પહેલી ઇનિંગ અત્યંત પડકારરૂપ હતી.’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવા બેસ્ટમેન પૃથ્વી શોના વખાણ કરતા કેપ્ટન કોહલીએ ક્યું કે, ‘અમે એવું ઇચ્છીએ છે,  કે યુવા ખેલાડીઓ આઝાદ થઇને રમે અને તેમણે એવું જ કર્યું હતું. જેમાં પૃથ્વીનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. અને પંત પણ ડર્યા વિના રમી રહ્યો હતો. તેમણે કહ્યુ કે અમુક ક્ષેત્રમાં તેણે થોડો સુધારો કરવાની જરૂર છે. પરંતુ એકંદરે બંન્નેનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં આત્મવિશ્વાસ સોથી મહત્વપૂર્ણ બાબત હોય છે. 


કેપ્ટને કહ્યું કે‘પોતાની પહેલી સીરીઝમાં આટલુ જોરદાર પ્રદર્શન કરવુંએ ખરેખર પ્રશંસનીય વાત છે. ખેલ પ્રત્યે પૃથ્વી સભાન છે. તે આત્મવિશ્વસથી ભરપૂર છે. અમે ઇંગ્લેન્ડમાં પણ તેનું પ્રદર્શન જોયુ છે. તે નેટમાં આક્રમક રીતે બેટીંગ પ્રેકટીસ કરે છે. પણ નિયંત્રણમાં રહીને, પૃથ્વીનું  નવા બોલ પરનું નિયંત્રણ ખુબજ મહત્વનું કૌશલ છે. 18-19 વર્ષની ઉંમરમાં આમારામાંથી કોઇ પણ તેનું 10 ટકા પણ જાણતા નોહતા. જેવી રીતે તેણે તેની પ્રથમ સિરિઝમાં પ્રદર્શન કર્યું છે. તે ભારતીય ક્રિકેટના સારા સંકેત કહી શકાય તેમ છે.


વધુ વાંચો...પૂર્વ ક્રિકેટર જયસૂર્યા પર લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ, ICCએ 14 દિવસમાં માંગ્યો જવાબ



ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આશા પણ નોહતી કે વેસ્ટઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચ ત્રીજા દિવસે પૂર્ણ થઇ જશે, બીજી મેચમાં ભારતની જીત માટે ઉમેશ યાદવે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે કુલ 10 વિકેટો ઝડપી હતી, ભારતીય ફાસ્ટ બોલરની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું કે, ’તમે ટીમના ત્રણ નવા ખેલાડીઓને જોવો જે ટીમમાં આવ્યા હતા, તો તમને જોવા મળશે કે, તેમણે તેમને મળેલી તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો છે. જેથી આ તમામ બાબતો ટીમની જીત માટે સૌથી મહત્વની ભૂમિકા ભજવી પણ તેમાં ઉમેશ યાદવનું યોગદાન ખરેખર પ્રશંસા કરવાનો લાયક ગણાવી શકાય તેમ છે.