IPL 2025 Mega Auction: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)ના મેગા ઓક્શન માટે સ્ટેજ તૈયાર છે. એક અઠવાડિયા પછી તમામ ફ્રેન્ચાઇઝી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં તેમના કેમ્પમાં સ્ટાર ખેલાડીઓને સામેલ કરવા માટે સંઘર્ષ કરતી જોવા મળશે. આ પહેલા અનુભવી ઈરફાન પઠાણે મોટી ભવિષ્યવાણી કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ વખતે સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ તૂટી જશે. મિચેલ સ્ટાર્કે આઈપીએલ 2024ની હરાજીમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. KKRએ 24.75 કરોડ રૂપિયા ખર્ચીને સ્ટાર્કને પોતાના કેમ્પમાં સામેલ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમિન્સનો રેકોર્ડ થોડી જ મિનિટોમાં તૂટી ગયો હતો
આઈપીએલ 2024નું ઓક્શન રોમાંચથી ભરેલું જોવા મળ્યું હતું. આ ઓક્શનમાં પેટ કમિન્સને હૈદરાબાદની ટીમે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. પરંતુ થોડી જ મિનિટોમાં સ્ટાર્કે આ રેકોર્ડને તોડી નાખ્યો હતો. હવે ઈરફાન પઠાણે આગાહી કરી છે કે આ રેકોર્ડ એક વર્ષની અંદર ફરી એકવાર તૂટવાનો છે.


IPLના ઓક્શન પહેલા RCBમાં આ દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી, મુંબઈને બનાવ્યું છે ચેમ્પિયન


સ્ટાર્કનો રેકોર્ડ કોણ તોડશે?
IPL 2025ના મેગા ઓક્શનમાં ઘણા મહાન ખેલાડીઓ હાજર રહેશે. ટીમોએ આ ખેલાડીઓ માટે તૈયારી કરી હશે. આ યાદીમાં ઈશાન કિશન, મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, ઋષભ પંત સહિત ઘણા મોટા નામ સામેલ છે. પરંતુ તમામની નજર પંત પર રહેશે. ઈરફાન પઠાણે આ પોસ્ટમાં પંતનું નામ પણ સામેલ કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, 'મિશેલ સ્ટાર્કનો ઓક્શન રેકોર્ડ જોખમમાં છે. રિષભ પંત તેને તોડી શકે છે.'