નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને ઘર પર 4-1થી ટી20 સિરીઝમાં પરાજય આપ્યા બાદ ભારતીય ટીમ હવે સાઉથ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. સાઉથ આફ્રિકામાં ભારત 3 મેચની ટી20 સિરીઝ, 3 મેચની વનડે સિરીઝ અને 2 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માએ વાઇટ બોલ ક્રિકેટથી બ્રેક લીધો છે. આ કારણે ટી20માં સૂર્યકુમાર યાદવ અને વનડેમાં કેએલ રાહુલ ટીમની કમાન સંભાળતો જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો ટેસ્ટમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા ટીમમાં વાપસી કરશે. તેવામાં ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના 3 અલગ-અલગ કેપ્ટન સાઉથ આફ્રિકામાં જોવા મળશે. પરંતુ આ વાતથી પૂર્વ ભારતીય દિગ્ગજ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ ખુશ નથી અને તેણે પોતાની પ્રતિક્રિયા આપી છે. 


ભારતની અલગ-અલગ કેપ્ટનોની રણનીતિ પર ભડક્યા ઇરફાન પઠાણ
ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે ભારતની આ નવી રણનીતિની આલોચના કરી છે. તેણે કહ્યું- ભવિષ્ય માટે આ એક સંકેત હોઈ શકે છે, જેનો હું મોટો ફેન નથી. લાંબા સમયથી તે વાચની ચર્ચા ચાલી રહી છે કે શું આપણે સ્પ્લિટ કેપ્ટેન્સી કરી શકીએ. તે સાચુ છે કે વર્કલોડ મેનેજમેન્ટ કર્યું છે અને આ કારણ છે કે તમે આટલી મોટી સ્ક્વોડ અને અલગ-અલગ કેપ્ટન જોઈ રહ્યાં છો.


આ પણ વાંચોઃ આઈપીએલ ઓક્શનમાં આ 3 ખેલાડીઓ પર થઈ શકે છે પૈસાનો વરસાદ, વિશ્વકપમાં મચાવી હતી ધૂમ


ઇરફાન પઠાણે કહ્યું- તે સ્પષ્ટ છે કે રોહિતને વાઇટ બોલ ક્રિકેટથી બ્રેક લેવો હતો, તેથી તમે તેને ત્યાં જોઈ રહ્યાં નથી. તમે તેને ટેસ્ટ ક્રિકેટના કેપ્ટનના રૂપમાં જોઈ રહ્યાં છો. પરંતુ તમે આ વસ્તુને આગળ વધતી જોઈ શકો છો. તમે અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કોચ પણ જોઈ શકો છો. મારૂ માનવું છે કે તે સારૂ રહેશે કે આ આપણા ક્લચરમાં ન આવે.


ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (C), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (wk), KL રાહુલ (wk), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ. શમી*, જસપ્રીત બુમરાહ (VC), પ્રસિદ્ધ કૃષ્ણા.


ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (C), રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (wk), જીતેશ શર્મા (wk), રવિન્દ્ર જાડેજા (VC), વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ , અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચહર.


આ પણ વાંચોઃ IND vs AUS: T20 સિરીઝમાં આ 5 ખેલાડીઓએ જીત્યા દિલ, ટીમ ઈન્ડિયાને મળ્યા ભાવિ સુપરસ્ટાર


વનડે સિરીઝ માટે ભારતીય ટીમ
રુતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન , અર્શદીપ સિંહ, દીપક ચહર.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube