દુબઈઃ ક્રિકેટ ફેન્સ માટે આજથી ફરી તહેવાર શરૂ થઈ ગયો છે. કારણ કે યૂએઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ-2021ના બીજા ફેઝની શરૂઆત થઈ ગઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આ મેચ શરૂ થઈ છે. બંને ટીમ આઈપીએલના ઈતિહાસની સફળ ટીમ છે. આ વખતે પણ મુંબઈને આઈપીએલની ટ્રોફી જીતવાની સૌથી દાવેદાર ટીમ માનવામાં આવી રહી છે. આ વચ્ચે પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણનું માનવુ છે કે મુંબઈ સિવાય આ ત્રણ ટીમ પણ ચેમ્પિયન બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇરફાન પઠાણે 'પઠાણ કી પાઠશાલા' શોમાં જણાવ્યું કે, કઈ ચાર ટીમ છે, જે આઈપીએલ 2021માં વિજેતા બની શકે છે. પૂર્વ ઓલરાઉન્ડરનું માનવુ છે કે ચેન્નઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ્સમાંથી કોઈ એક ટીમ આ વખતે આઈપીએલમાં ચેમ્પિયન બની શકે છે. પઠાણે કહ્યુ કે, આ બધી ટીમો પ્રથમ હાફમાં ટોપ ચારમાં સામેલ હતી અને તેવામાં આ ટીમ ટાઇટલ જીતે તેવી વધુ સંભાવના છે. 


આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયામાં બળવો! કોહલીથી નારાજ અનેક ખેલાડી, આ કારણે છોડવી પડી ટી20ની કમાન


મુંબઈ નોંધાવી શકે છે જીતની હેટ્રિક
આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ટીમ સતત ત્રણવાર ચેમ્પિયન બની શકી નથી. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ પાસે શાનદાર તક છે. મુંબઈ આઈપીએલની સફળ ટીમ છે અને તેણે અત્યાર સુધી પાંચ વખત ટ્રોફી જીતી છે. મુંબઈએ 2019 અને 2020માં સતત બે વર્ષ સુધી આ ટૂર્નામેન્ટ જીતી છે. જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વખતે પણ ટ્રોફી જીતે તો તે આઈપીએલમાં સતત ત્રણ સીઝન સુધી ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube