IND vs AFG 2nd T20I: અફઘાનિસ્તાન વિરુદ્ધ હાલના સમયમાં રમાઈ રહેલી ત્રણેય મેચોની ટી20 ઈન્ટરનેશનલ સિરીઝ ઓલરાઉન્ડર શિવમ દુબે માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. શિવમ દુબે આ સિરીઝમાં બોલ અને બેટથી તોફાન મચાવી રહ્યો છે. જેના લીધે હાર્દિક પંડ્યા માટે મુસીબત ઊભી થઈ ગઈ છે. હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદથી ભારતીય ટીમમાં વાપસી કરી શક્યા નથી. હાર્દિક પંડ્યાએ વર્લ્ડ કપ 2023 બાદ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રીકા અને અફઘાનિસ્તાન વિરુદધ ત્રણ મોટી સિરીઝ મીસ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પંડ્યાની જગ્યાએ સૌથી મોટું જોખમ?
હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં શિવમ દુબેને અફઘાનિસ્તાન વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 ઈન્ટરનેશનલ સિરીઝમાં રમવાની તક મળી છે. શિવમ દુબેએ આ તકનો ફાયદો ઉઠાવતા ટી20 વર્લ્ડ કપ 2024માં સિલેક્શન માટે પોતાની દાવેદારી પણ રજૂ કરી દીધી છે. શિવમ દુબેએ અફઘાનિસ્તાન વિરુદ્ધ પહેલી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 40 બોલમાં 60 રનની અણનમ ઈનિંગ રમી અને આ સિવાય એક વિકેટ પણ મેળવી. બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં પણ શિવમ દુબેએ 32 બોલમાં 63 રનની અણનમ ઈનિંગ રમી.શિવમ દુબેની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ રહ્યા. શિવમ દુબેએ બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં પણ એક વિકેટ લીધી છે. 


ટીમ ઈન્ડિયાના ફેવરિટ ઓલરાઉન્ડર
શિવમ દુબેએ પોતાના આ જબરદસ્ત ફોર્મથી ભારતીય ટીમ મેનેજમેન્ટને પોતાના કાયલ બનાવ્યા છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ શિવમ દુબે હવે સૌથી મોટું જોખમ બની ગયા છે. 2024 ટી 20 વર્લ્ડ  કપ 1 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર રમાશે. ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતની આ છેલ્લી ઈન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝ છે. શિવમ દુબેએ તક ઝડપી લેતા ટી20 વર્લ્ડ કપ 2024માં સિલેક્શન માટે પોતાની દાવેદારી રજૂ કરી છે. હવે સિલેક્ટર્સએ આકરો નિર્ણય લેવો પડશે કે ટી20 વર્લ્ડ કપ 2024 માટે શિવમ દુબેની પસંદગી કરવી કે પછી હાર્દિક પંડ્યાને તક આપવી. 


શિવમ દુબેને રોહિત શર્માનો સપોર્ટ
ઓલરાઉન્ડર શિવમ દુબેને કેપ્ટન રોહિત શર્માનો પૂરેપૂરો સપોર્ટ છે. રોહિત શર્મા પણ શિવમ દુબેની બેટિંગ અને છગ્ગામારવાની કાબેલિયતથી ખુબ ખુશ છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ બીજી ટી20 મેચ જીતીને સિરીઝ સીલ કર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે દુબે એક મોટો વ્યક્તિ છે, ખુબ શક્તિશાળી છે અને સ્પિનરોનો મુકાબલો કરી શકે છે. આ જ તેનો રોલ છે અને તેણે આવીને અમારા માટે બે મહત્વપૂર્ણ ઈનિંગ રમી. અત્રે જણાવવાનું કે યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેના અર્ધશતકની મદદથી ભારતે બીજી ટી20 મેચમાં રવિવારે અફઘાનિસ્તાનને 26 બોલ બાકી હતા અને 6 વિકેટથી હરાવીને ત્રણ મેચની સિરીઝ 2-0થી લીડ મેળવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube