નવી દિલ્હી: 'સૌથી મોટો મુકાબલો' એક એવો મહાવરો થઈ ગયો છે કે જે જ્યારે-ત્યારે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ આ વખતે બિલકુલ એવું નથી. અમે અહીંયા જે મુકાબલાની વાત કરી રહ્યા છીએ, તે હકીકતમાં 144 વર્ષનો સૌથી મોટો મુકાબલો છે. તેને સાબિત કરવા માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી. માત્ર નાના-નાના કેટલાંક પોઈન્ટ છે. જેને વાંચીને તમે માની જશો કે આ ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો મુકાબલો કેમ છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 18 જૂનથી એટલે કે આજથી શરૂ થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ક્રિકેટ ઈતિહાસ લગભગ 400 વર્ષ જૂનો છે. પરંતુ બે દેશની વચ્ચે પહેલી ઔપચારિક મેચ 1877માં રમવામાં આવી. આ એક ટેસ્ટ મેચ હતી. જેમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ આમને-સામને હતી. ટેસ્ટ મેચ પછી ક્રિકેટના બે બીજા ફોર્મેટ આવી ગયા છે. હવે આખી દુનિયા ટેસ્ટ મેચની સાથે-સાથે વન-ડે અને ટી-20 મેચ પણ હોય છે. આમ તો દુનિયાના અનેક ભાગમાં ટી-20 કે ગલી ક્રિકેટ પણ રમવામાં આવે છે. પરંતુ તેને ICCની માન્યતા નથી.


2. પહેલી વન-ડે મેચ 1971માં રમવામાં આવી. આ વખતે ટેસ્ટ મેચની જેમ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ આમને-સામને હતી. આ મુકાબલાના ચાર વર્ષ પછી જ વન-ડે ક્રિકેટનો પહેલો વર્લ્ડકપ રમવામાં આવ્યો. જેને વેસ્ટ ઈન્ડિઝે જીત્યો. આ પ્રમાણે વન-ડે ક્રિકેટને 1975માં વિશ્વ ચેમ્પિયન મળી ગયું. ટેસ્ટ ક્રિકેટને હજુ પણ આવા ચેમ્પિયનનો ઈંતઝાર છે.


3. પહેલી ટી-20 મેચ 2005માં રમવામાં આવી. આ વખતે પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ મેદાનમાં ઉતરી. પરંતુ તેની સામે ઈંગ્લેન્ડ નહીં ન્યૂઝીલેન્ડની ટીમ હતી. આ મેચમાં માત્ર બે વર્ષની અંદર જ ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશીપ રમવામાં આવી. જેમાં પાકિસ્તાનને હરાવીને ભારતે સિરીઝ જીતી. આ પ્રમાણે ટી-20 ક્રિકેટને 2007માં વિશ્વ ચેમ્પિયન મળી ગયું.


WTC Final: કેપ્ટન કૂલ કેન વિલિયમસનની સામે વિરાટ કોહલીની આક્રમકતાનો ટેસ્ટ, જાણો કોણ છે મજબૂત


4. ક્રિકેટની રમત ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સથી લઈને એશિયન ગેમ્સ સુધી સામેલ થઈ ગઈ છે. પેરિસ ઓલિમ્પિકમાં બ્રિટને ફ્રાંસને હરાવીને ક્રિકેટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ ત્યારથી અત્યાર સુધી ક્રિકેટ ફરી એકવાર ઓલિમ્પિકનો ભાગ બની શક્યું નથી. એટલે એકવાર ક્રિકેટને ઓલિમ્પિક ચેમ્પિયન મળી ચૂક્યું છે. પરંતુ વર્લ્ડ ચેમ્પિયન બનવાની રાહ જોવાઈ રહી છે.


5. ICCએ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. તેની ફાઈનલ 18 જૂનથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સાઉથેમ્પટનમાં શરૂ થઈ રહી છે. તે 144 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પહેલીવાર છે. જ્યારે ક્રિકેટને પોતાના સૌથી જૂના અને પૂર્ણ ફોર્મેટને વિશ્વ ચેમ્પિયન મળશે.


ક્રિકેટપ્રેમી જાણે છે કે વનડે મેચના 50 વર્ષના ઈતિહાસમાં 6 અલગ-અલગ વિશ્વ ચેમ્પિયન મળી ચૂક્યા  છે. તે જ પ્રમાણે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટના 16 વર્ષના ઈતિહાસમાં પાંચ વિશ્વ ચેમ્પિયન મળ્યા છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટને 144 વર્ષમાં પહેલીવાર વિશ્વ ચેમ્પિયન મળશે. આથી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલને ક્રિકેટનો સૌથી મોટો મુકાબલો કહેવામાં આવી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube