Will RCB by KL Rahul? : જેદ્દામાં થનાર મેગા આઈપીએલ ઓક્શન માટે હવે 24 કલાકથી પણ ઓછો સમય બચ્યો છે. 24 અને 25 નવેમ્બર, બે દિવસ ઓક્શન માટે તારીખો નક્કી કરવામાં આવી છે. આ વચ્ચે આઈપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ એ સ્ટાર ભારતીય બેટ્સમેન કેએલ રાહુલને લઈને એક એવી પોસ્ટ કરી, જેણે જોઈને ફેન્સે તેમના RCBમાં જવાની મોહર લગાવી દીધી. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ છેલ્લી ત્રણ સીઝન લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કહ્યા, પરંતુ આગામી ઓક્શન પહેલા LSG એ તેમણે રિટેન ના કરવાનો મોટો નિર્ણય લીધો, ત્યારબાદ તે 2 કરોડ રૂપિયાના બેસ પ્રાઈસની સાથે ઓક્શનમાં સામેલ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી રકમ મેળવવાનો દાવેદાર છે કેએલ રાહુલ
કેએલ રાહુલ તે ખેલાડીઓમાંથી એક છે, જે મેગા ઓક્શનમાં સૌથી મોટી રકમ હાંસિલ કરવાનો પ્રબળ દાવેદાર છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુમાં રાહુલનો સમાવશે થશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે ઓક્શનના થોડાક કલાકો પહેલા RCB તેનો એક વીડિયો પોસ્ટ કર્યો, જેણે જોઈને પ્રશંસકો માની રહ્યા છે કે આ સ્ટાર બેટ્સમેનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ જ ખરીદનાર છે.


RCBની પોસ્ટ
આરસીબીએ પોતાના એક્સ એકાઉન્ટ પર કેએલ રાહુલનો એક શાનદાર સ્ટ્રેટ ડ્રાઈવનો વીડિયો શેર કર્યો, જેમાં કેપ્શનમાં લખ્યું, ક્લાસી રાહુલ જેણે અમે બધા જાણીએ છીએ. કેએલ રાહુલની આ પોસ્ટ બાદ પ્રશંસકો ક્યાસ લગાવી રહ્યા છે કે આ સંકેત છે કે આરસીબી આઈપીએલ 2025ના ઓક્શનમાં તેણે ખરીદવા માટે પુરી તાકાત લગાવવા જઈ રહી છે.



ફેન્સે લગાવી દીધી મોહર
RCB દ્વારા પોસ્ટ કરવામાં આવેલી પોસ્ટ પર ઘણા પ્રશંસકો કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, ઘર વાપસી. એક અન્ય યૂઝરે લખ્યું, કોડ રેડ સ્વીકૃત. અમુક યૂઝર આરસીબીને અપીલ કરી રહ્યા છે કે કેએલ રાહુલને ઓક્શનમાં કોઈ પણ કિંમત પર ખરીદો. તેણે લઈને એક ફેને લખ્યું, અમને કાલે બપોરે નિરાશ ના કરતા RCB! તમને ખબર છે શું કરવાનું છે'. એક અન્ય યૂઝરે લખ્યું, કોઈ પણ રીતે તમારે તેણે કાલે ખરીદવાનો જ છે.






રાહુલે હાલમાં જ આપ્યું હતું આ નિવેદન
સ્ટાર સ્પોર્ટસ સાથેની વાતચીતમાં કેએલ રાહુલે હાલમાં જ કહ્યું કે જે આઈપીએલ ફ્રેન્ચાઈઝીમાં મે મારો સૌથી વધુ સમય વિતાવ્યો, તે આરસીબી હતી. તેમણે કહ્યું, મને આરસીબીમાં રમવું સૌથી વધારે પસંદ હતું. આ ઘર જેવું છે. તમને ઘર પર ખુબ સમય વિતાવવાનો મોકો મળે છે. હું ચિન્નાસ્વામીને ખુબ સારી રીતે જાણું છું. હું અહીં રમતા રમતાં મોટો થયો છું. તો, હાં, મને RCBમાં રમવું ખરેખર ખુબ પસંદ હતું. તમને જણાવી દઈએ કે કેએલે 2013માં વિરાટ કોહલી અને ક્રિસ ગેલ જેવા ખેલાડીઓની સાથે રમતા આરસીબીની સાથે પોતાની આઈપીએલ કરિયર શરૂ કરી. રાહુલે 2016માં વિરાટ કોહલીની ટીમ સાથે ફરીથી જોડાતા પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદમાં બે વર્ષ વિતાવ્યા. 2016માં રાહુલે 14 મેચોમાં 397 રન બનાવીને આરસીબીને ફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમી રહ્યો છે રાહુલ
કેએલ રાહુલ હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી સીરિઝનો ભાગ છે. તે કેપ્ટન રોહિત શર્માની અનુપસ્થિતિમાં પર્થમાં રમાઈ રહેલા પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઓપનર બેટ્સમેનના રૂપમાં રમી રહ્યા છે. બીજી ઈનિંગમાં તે સારા ફોર્મમાં દેખાયો અને બીજા દિવસે સ્ટંમ્સ સુધી 62 રન બનાવીને અણનમ રહ્યો છે.