શું વિરાટ કોહલી લેવા જઈ રહ્યો છે સંન્યાસ? ગૌતમ ગંભીર સાથે આવી તસવીર તો ચાહકો ચોંક્યા!
India vs Australia 5th Test Match: આ સિરીઝમાં વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી શક્યો નથી. તે 5 મેચની 9 ઇનિંગ્સમાં માત્ર 190 રન જ બનાવી શક્યો હતો. તેની એવરેજ 23.75 હતી. વિરાટ કોહલી મેચોમાં ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થયો હતો.
India vs Australia 5th Test Match: ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની શ્રેણીમાં ભારતને 3-1થી હરાવ્યું હતું. આ સાથે જ 11 થી 15 જૂન દરમિયાન લોર્ડ્સમાં દક્ષિણ આફ્રિકા સામે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ક્વોલિફાય થયું છે. આ સિરીઝમાં વિરાટ કોહલીનું બેટ કઈ ખાસ પ્રદર્શન કરી શક્યું નથી. તે 5 મેચની 9 ઇનિંગ્સમાં માત્ર 190 રન જ બનાવી શક્યો હતો. તેની સરેરાશ 23.75 હતી. વિરાટ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થયો હતો. સિડની ટેસ્ટમાં હાર બાદ વિરાટ કોહલીની એક તસવીર વાયરલ થઈ હતી, જે બાદ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો.
ગંભીર સાથે આવી વિરાટની તસવીર
ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રવિચંદ્રન અશ્વિનના રૂપમાં પહેલાથી જ સંન્યાસની જાહેરાત થઈ ચૂકી છે, જ્યારે સિડનીમાં રમાયેલી છેલ્લી મેચમાં રોહિત શર્માની ગેરહાજરી બાદ ખેલના લાંબા ફોર્મેટથી બહાર થવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જોકે, સિડનીમાં 6 વિકેટની હાર બાદ ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની એક તસવીરે સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવ્યો છે.
કોહલીને ગળે લગાવ્યો
ગંભીરે કોહલીને ગળે લગાવતા જોવામાં આવ્યો છે, જ્યારે તે મેચ બાદ પ્રેજેન્ટેશન શરૂ થવાની રાહ જોઈ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ખરાબ ફોર્મના કારણે ભારતની ટેસ્ટ ટીમમાં વિરાટના ભવિષ્યને લઈને પણ ચર્ચા થઈ રહી છે, પરંતુ અમુક પ્રશંસકો ચિંતિત છે. તેમણે આશ્ચર્ય થઈ રહ્યું છે કે શું વિરાટ પોતાના ભવિષ્ય વિશે કોઈ મોટી જાહેરાત કરવાનો છે.
ગંભીરે કર્યો રોહિત-વિરાટનો બચાવ
મેચ બાદ ગંભીરે જણાવ્યું હતું કે, ખરાબ ફોર્મ સાથે ઝઝૂમી રહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની લલક છે અને તે જ ટીમના સર્વશ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું ભવિષ્ય પર નિર્ણય લેશે. ગંભીરે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તે ઉત્કૃષ્ટ પ્રદર્શનની લલક રાખનારો વ્યક્તિ છે. તે જ નક્કી કરશે કે ભારતીય ક્રિકેટ માટે શું સર્વશ્રેષ્ઠ છે. ડ્રેસિંગ રૂમને પ્રસન્ન રાખવા માટે મારે ઈમાનદાર અને તમામ પ્રતિ નિષ્પક્ષ થવું પડશે. રોહિત શર્માએ ટોચના સ્તરે જવાબદારી દર્શાવી છે.
ઘરેલૂ ક્રિકેટ રમવા પર જોર
ભારતીય કેપ્ટન રોહિતે ખરાબ ફોર્મના કારણે પોતાની જાતને પાંચમી ટેસ્ટથી બહાર રાખ્ય હતો. કોહલી પણ આખી સીરિઝમાં ખરાબ ફોર્મનો સામનો કર્યો હતો અને આઠ વખત સ્લિપમાં કેચ આપીને આઉટ થયો. ગંભીરે સ્પષ્ટ કહ્યું કે જો ટેસ્ટ ક્રિકેટ માટે પ્રતિબદ્ધતા હોય તો તે તમામ ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટ રમે. તે કદાચ એવા વરિષ્ઠ ખેલાડીઓનો ઉલ્લેખ કરી રહ્યો હતો જેઓ રણજી ટ્રોફી રમતા નથી.