14 બોલમાં 74 રન... ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ, ચોગ્ગા-છગ્ગાની રમઝટથી ટીમને 27 બોલમાં અપાવી જીત
સ્ટાર ભારતીય બેટ્સમેન ઈશાને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની ગ્રુપ સી મેચમાં અરુણાચલ પ્રદેશ સામે ચોગ્ગા અને છગ્ગાની તોફાન ઉભી કરી હતી. તેની અણનમ વિસ્ફોટક ઇનિંગથી ઝારખંડને માત્ર 27 બોલમાં જીત અપાવી હતી.
Ishan Kishan, Jharkhand vs Arunachal Pradesh: સૈદય મુશ્તાક અલી ટ્રોફી 2024માં ઘણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોએ આક્રમક ઈનિંગ રમી છે. આ કડીમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલા ઈશાન કિશને એક મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરતા પોતાની ટીમને માત્ર 27 બોલમાં જીત અપાવી છે. હકીકતમાં ગ્રુપ-સીમાં અરૂણાચલ પ્રદેશ અને ઝારખંડની મેચમાં ઈશાને આક્રમક બેટિંગ કરતા ટીમને 10 વિકેટે જીત અપાવી છે. 77 રનની ઈનિંગ દરમિયાન ઈશાનની સ્ટ્રાઇક રેટ 300ની ઉપર રહી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈશાન કિશાને ધમાલ મચાવી હતી.
ચોગ્ગા-છગ્ગાનું આપ્યું તોફાન
અરૂણાચલ પ્રદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 93 રન બનાવ્યા હતા. જવાબમાં ઝારખંડ માટે ઓપનિંગ કરવા ઉતરેલા ઈશાન કિશન અને ઉત્કર્ષ સિંહે અણનમ રહેતા ટીમને 10 વિકેટે જીત અપાવી હતી. ઈશાન કિશને 334.78ની સ્ટ્રાઇક રેટથી ઘાતક 77 રન બનાવ્યા. તેની એક ઈનિંગમાં 9 સિક્સ અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચોઃ ક્રિકેટ જગતમાં શોકનો માહોલ! 35 વર્ષીય ક્રિકેટરે દુનિયા છોડી, મોતનુ કારણ છે ચોકાવનારુ
23 બોલમાં 77 રન અને 27 બોલમાં જીત
ઈશાન કિશને ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવતા માત્ર 23 બોલમાં 9 સિક્સ અને 5 ચોગ્ગા સાથે અણનમ 77 રન ફટકાર્યા હતા. જ્યારે ઉત્કર્ષ સિંહે 6 બોલમાં બે ચોગ્ગા સાથે અણનમ 13 રન બનાવ્યા હતા.
જીતની સાથે બીજા નંબર પર ઝારખંડ
ઝારખંડની આ ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત છે. ટીમે ચાર મેચ રમી છે, જેમાં ત્રણ જીત અને એક હાર સાથે 12 પોઈન્ટ મેળવ્યા છે. ટીમ પોતાના ગ્રુપ (સી) માં બીજા સ્થાન પર છે. ટોપ પર દિલ્હીની ટીમ છે, જેણે અત્યાર સુધી પોતાની ચારેય મેચ જીતી છે. ત્રીજા નંબર પર 12 પોઈન્ટ સાથે ઉત્તર પ્રદેશની ટીમ છે. ચોથા સ્થાન પર હરિયાણા છે, જેના ચાર મેચમાં આઠ પોઈન્ટ છે.