ઈશાન કિશનની T-20માં સતત બીજી સદી, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
23 માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલની સિઝન પહેલા તે પોતાની ધમાકેદાર ઈનિંગને કારણે ચર્ચામાં છે.
કૃષ્ણા (આંધ્ર પ્રદેશ): વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. 23 માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા તે પોતાની ધમાકેદાર ઈનિંગથી ચર્ચામાં છે. ઝારખંડ તરફથી રમનાર 20 વર્ષના આ ક્રિકેટરે ટી20માં સતત બીજા સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. આઈપીએલ 2019 માટે ઈશાન કિશનને મુંબઈ ઈન્ડિયન્સે 6.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
રવિવારે કેપ્ટન ઈશાન કિશનના મુલાપાડુમાં (કૃષ્ણા, આંધ્ર પ્રદેશ)માં મણિપુર વિરુદ્ધ સૈયદ મુશ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટમાં 62 બોલમાં 113 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 5 સિક્સ અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની સદીની મદદથી ઝારખંડે નિર્ધારિત 20 ઓવરોમાં 219/1 રન બનાવ્યા હતા. 220 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મણિપુરની ટી 98/9 રન બનાવી શકી અને ઝારખંડે આ ગ્રુપ-એનો મુકાબલો 121 રનથી જીતી લીધો હતો.
India vs Australia: પ્રથમ ટી20માં આમને-સામને હશે ભારત અને ઓસ્ટ્રેલિયા
ટી20માં ઈશાન કિશનની આ સતત બીજી સદી છે. બે દિવસ પહેલા તેણે જમ્મૂ-કાશ્મીર વિરુદ્ધ મુલાપાડુમાં જ 55 બોલમાં અણનમ 100 રન ફટકાર્યા હતા. આ સાથે તે કોઈપણ ટીમના કીપર કેપ્ટન તરીકે ટી20 ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે.
ઈશાન કિશન ટી20માં સતત બે સદી ફટકારનાર બીજો બેટ્સમેન છે. આ પહેલા દિલ્હીના ઉન્મુક્ત ચંદે 2013માં બે સતત સદી ફટકારી હતી.
ઉન્મુક્તે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં 26 માર્ચ 2013માં કેરલ વિરુદ્ધ 105 અને 27 માર્ચે ગુજરાત વિરુદ્ધ 125 રન બનાવ્યા હતા. ટી20 ઈતિહાસની વાત કરીએ તો ઈશાન કિશન ટી20માં સતત બે સદી ફટકારનાર વિશ્વનો આઠમો બેટ્સમેન છે.