ઈન્દોરઃ ઝારખંડના કેપ્ટન ઈશાન કિશન (Ishan Kishan) એ વિજય હઝારે ટ્રોફીમાં દમદાર ઈનિંગ રમી છે. ડાબા હાથના વિકેટકીપર બેટ્સમેન કિશને માત્ર 94 બોલમાં 11 છગ્ગા અને 19 ચોગ્ગાની મદદથી 173 રન બનાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે મધ્યપ્રદેશ વિરુદ્ધ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં તેણે આ ઈનિંગ રમી હતી. કિશનની આ ઈનિંગની મદદથી ઝારખંડે મધ્યપ્રદેશ સામે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 422 રન ફટકારી દીધા હતા. 


આ પણ વાંચોઃ મજૂર પિતાનો પુત્ર હવે IPL માં રમશે, ભાવનગરના ગરીબ પરિવારને લાગ્યો જેકપોટ


કિશાને પાછલા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સને ટાઇટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 2020ની સીઝનમાં સૌથી વધુ 29 છગ્ગા ફટકાર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સે પણ ઈશાનની ઈનિંગની પ્રશંસા કરી હતી.


આઈપીએલ 2020 (IPL 2020) માં તેણે 145.76ની એવરેજથી 516 રન બનાવ્યા હતા. ઈશાને આ ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડ સામે ટી20 અને વનડે સિરીઝ માટે પસંદગીકારોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. ઈંગ્લેન્ડ સામે સીમિત ઓવરોની સિરીઝ 12 માર્ચથી શરૂ થશે. આ સાથે ટી20 વિશ્વકપના દાવેદારોમાં પણ ઈશાન દાવેદાર હોઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube