આ ખેલાડીને ટીમમાં તક મળવાથી નારાજ હતો ઈશાન કિશન! થયો ચોંકાવનારો ખુલાસો
ઈશાન કિશને મેન્ટલ ફટીગ નહીં, પરતુ ટી20 ક્રિકેટમાં જિતેશ શર્માને મહત્વ આપવાને કારણે ખુદને ટીમ ઈન્ડિયાની દૂર કરી લીધો હતો. ઈશાન કિશનને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે મોટો ખુલાસો થયો છે.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સિરીઝ પહેલા વિકેટકીપર બેટર ઈશાન કિશન માનશિક થાક (મેન્ટલ ફટીગ) નો હવાલો આપી ટીમમાંથી બહાર થઈ ગયો હતો. ટીમ મેનેજમેન્ટે તેને મંજૂરી આપી હતી. પરંતુ ક્રિકેટરે હજુ સુધી ખુદને પસંદગી માટે ઉપલબ્ધ કરાવ્યો નથી. આ વચ્ચે તે વાત સામે આવી રહી છે કે કિશન વિકેટકીપર જિતેશ શર્માની ટી20માં પસંદગીને લઈને નારાજ હતો, જે પ્લેઈંગ ઈલેવનમાં તેની જગ્યાને મુશ્કેલ બનાવી શકે છે.
ઈશાન કિશન સાઉથ આફ્રિકા સિરીઝ બાદ ન તો ટી20 ટીમમાં પસંદ કરાયો ન ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટમાં તેને જગ્યા આપવામાં આવી. તે ઝારખંડ માટે રણજી ટ્રોફીને મેચ રમવા પણ ઉતર્યો નથી. તે આ સમયે વડોદરામાં રિલાયન્સ સ્ટેડિયમમાં ક્રુણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યાની સાથે ટ્રેનિંગ કરી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ઈશાન કિશન આઈપીએલમાં સીધો મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો જોવા મળશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં થશે અસલી દંગલ : પહેલીવાર WWE જેવી કુશ્તી ઘરઆંગણે જોવા મળશે
વર્તમાનમાં યશસ્વી જાયસવાલ અને રોહિત શર્મા ઓપનર માટે પસંદગીના ખેલાડી છે. ત્યારબાદ ટી20 ક્રિકેટમાં કોહલી અને સૂર્યકુમાર યાદવ છે. તેનાથી ઉપલા ક્રમમાં ઈશાન કિશન માટે કોઈ જગ્યા બચી નથી અને આ કારણે ટીમ મેનેજમેન્ટે જિતેશનું સમર્થન કર્યું, જે નીચલા ક્રમમાં આક્રમક બેટિંગ કરી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે કિશનને મેનેજમેન્ટનું આ પગલું પસંદ આવ્યું નહીં અને આ કારણે તે ટીમમાંથી બહાર થવા ઈચ્છતો હતો.
આ વચ્ચે જિતેશ શર્માએ અત્યાર સુધી મળેલી તકમાં ખાસ પ્રદર્શન કર્યું નથી. તે વિકેટકીપિંગમાં ખુબ સારો છે અને કેટલીક આક્રમક ઈનિંગ પણ રમી છે. હવે ભારતની વિશ્વકપ ટીમમાં જગ્યા બનાવવા માટે જિતેશ શર્માએ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. ટી20 લીગમાં જિતેશ પંજાબ કિંગ્સ તરફથી રમે છે. હવે તે પણ જોવાનું રહેશે કે ભારતીય ક્રિકેટમાં ઈશાન કિશનના વિવાદનો અંત કઈ રીતે આવે છે.