ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝમાં નહીં રમે આ ખુંખાર ખેલાડી, BCCI એ કરી રિપ્લેસમેન્ટની જાહેરાત
IND vs SA Test : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. તેના પહેલા 17 ડિસેમ્બરે એટલે કે આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમના યુવા વિકેટકીપર ઈશાન કિશને આ સીરઝમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. જી હા...તેમના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
India vs South Africa Test Series: ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર ઈશાન કિશન સાઉથ આફ્રિકા વિરુદ્ધ 26 ડિસેમ્બરે રમાનાર આગામી ટેસ્ટ સીરિઝમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રવિવારે 17 ડિસેમ્બરે આ જાણકારી આપી છે. ઈશાન કિશનના રિપ્લેસમેન્ટની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
બીસીસીઆઈની કરી વિનંતી
આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં આ ફોર્મેટમાં ડેબ્યૂ કરનાર ઈશાન કિશને અંગત કારણો દર્શાવ્યા છે. તેમણે પોતાના નિર્ણય અંગે બીસીસીઆઈને જાણ કરી છે. ભારતીય બોર્ડે પણ તેમની વિનંતી સ્વીકારી લીધી છે. આ પછી ઈશાનના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી દેવામાં આવી હતી.
આ ખેલાડીને મળ્યું સ્થાન
ઈશાનના સ્થાને કેએસ ભરતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઈશાન અત્યાર સુધી માત્ર 2 ટેસ્ટ મેચ રમ્યો છે, જેમાં તેણે 1 અડધી સદીની મદદથી કુલ 78 રન બનાવ્યા છે. તેમણે 27 ODI અને 32 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. 30 વર્ષીય ભરત ઘરેલુ ક્રિકેટમાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે અત્યાર સુધી 5 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેના બેટથી કુલ 129 રન આવ્યા છે. તેણે 93 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 36.40ની એવરેજથી 4878 રન બનાવ્યા છે.
26 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝ
ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં થશે. સુપરસ્પોર્ટ પાર્કમાં સીરિઝની પહેલી ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ 3 જાન્યુઆરીથી કેપટાઉનના ન્યૂલેન્ડ્સમાં બીજી અને અંતિમ ટેસ્ટ મેચ થશે. ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ રોહિત શર્મા સંભાળશે. જ્યારે, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા ધુરંધર પણ મેદાન પર વાપસી કરશે.
ટેસ્ટ સીરિઝ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા અને કેએસ ભરત (વિકેટકીપર).