PL 2025 Dates: ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. IPL 2025ની શરૂઆત 21 માર્ચથી થશે. જ્યારે, ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 25 મેના રોજ ઇડન ગાર્ડન્સમાં રમાશે. INS સાથે વાત કરતા IPLના ચેરમેન અરુણ ધૂમલે આ વાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે IPL 2025નું શેડ્યૂલ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ જીત્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21 માર્ચથી આઈપીએલ 2025ની શરૂઆત
આઈપીએલ 2025ની શરૂઆત 21 માર્ચથી થશે. INS સાથે વાત કરતી વખતે IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું, “જુઓ, IPL સિઝન માર્ચમાં શરૂ થશે. આ ટુર્નામેન્ટ 21 માર્ચથી શરૂ થશે. આ સાથે જ કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ના, નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


IPL વિશ્વની સૌથી મહત્વપૂર્ણ ક્રિકેટ લીગ છે, જ્યાં દુનિયાભરના ખેલાડીઓ આવે છે અને રમે છે. IPLની આ સિઝનમાં દરેક ટીમ નવા અવતારમાં જોવા મળશે. મેગા ઓક્શનમાં દરેક ટીમે ઘણા નવા ખેલાડીઓ પર દાવ લગાવ્યો છે, જેઓ આ વખતે ધૂમ મચાવતા જોવા મળશે. ઋષભ પંત લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે, જ્યારે શ્રેયાર અય્યર પંજાબ કિંગ્સની કમાન સંભાળશે.