બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે (steve smith) કહ્યું કે, તેને ખુશી છે કે હવે ક્રિકેટરોના માનસિક સ્વાસ્થ્ય (mental health) પર ચર્ચા થવા લાગી છે. સ્મિથ માને છે કે વ્યસ્ત કાર્યક્રમોને કારણે આ સમસ્યા મોટી થઈ ગઈ છે. સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) અને નવા ખેલાડી નિક મેડિનસન તથા વિલ પુકોવસ્કીએ માનસિક સમસ્યાથી છૂટકારો મેળવવા ક્રિકેટથી બ્રેક લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્મિથે ઈએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું, 'આજકાલ કાર્યક્રમ ખુબ વ્યસ્ત છે.' તેણે કહ્યું, 'આટલા લાંબા સમય સુધી સતત સારી રમી શકવું મુશ્કેલ છે, ખાસ કરીને ફાસ્ટ બોલર માટે. સારી વાત છે કે હવે આ મુદ્દા પર વાત થવા લાગી છે અને અમે ખેલાડીઓને શારીરિક અને માનસિક રુપથી સ્વસ્થ રાખવા પર ભાર આપી રહ્યાં છીએ.'


ICC T20I Rankings: ટોપ-10મા એકપણ ભારતીય બોલર નહીં, રોહિત-રાહુલને થયું નુકસાન


ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ પહેલા આ વાત કરી હતી. સ્મિથે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ખેલાડી હવે પોતાની સુવાની ટેવો અને તણાવ વિશે ટીમ મેનેજમેન્ટને જણાવવા લાગ્યા છે, જેથી તેના સ્વાસ્થ્યને સમજવામાં સારી મદદ મળી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube