કાર્તિકને કેપ્ટન પદેથી હટાવવાની કોઈ ચર્ચા થઈ નથીઃ કાલિસ
કોલકત્તા નાઇટ રાઇડર્સના કોચ જેક કાલિસે કહ્યું કે, કાર્તિકને સુકાની પદેથી હટાવવાની કોઈ ચર્ચા કરવામાં આવી નથી.
કોલકત્તાઃ કોલકત્તા નાઇટ રાઇડર્સની આઈપીએલમાં સતત પાંચ હારથી દિનેશ કાર્તિકની નેતૃત્વક્ષમતા પર સવાલ ઉઠી રહ્યાં છે પરંતુ કોચ જેક કાલિસે કહ્યું કે, કેપ્ટનને પદ પરથી હટાવવાની કોઈ પ્રકારની ચર્ચા થઈ નથી.
કાલિસને જ્યારે પૂછવામાં આવ્યું કે, જે પ્રકારથી રાજસ્થાન રોયલ્સે અંજ્કિય રહાણેને ખરાબ પ્રદર્શનને કારણે કેપ્ટન પદેથી હટાવ્યો, શું કેકેઆર તેમ કરવા પર વિચાર કરી રહ્યું છે. તેમણે કહ્યું, ના અમે તેના પર ચર્ચા કરી નથી અને કોઈએ આ મુદ્દો ઉઠાવ્યો પણ નથી. તેથી તેને લઈને કોઈ વાત કરવામાં આવી નથી. તેમણે કહ્યું, 'આશા છે કે તે (કાર્તિક)' અમારા માટે મોટી ઈનિંગ રમશે. તે વાસ્તવમાં ટીમ માટે ખુબ મહત્વ રાખશે.
કાર્તિકે અત્યાર સુધી નવ ઈનિંગમાં 16.71ની એવરેજથી રન બનાવ્યા છે. જાણવા મળ્યું હતું કે, ટીમ માલિક શાહરૂખ ખાને મુંબઈમાં મુખ્ય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. તેના વિશે પૂછવા પર કાલિસે કહ્યું, મારી તેની સાથે કોઈ વાત થઈ નથી. કાર્તિક પણ એક દિવસ માટે ઘરે ગયો હતો. અમે કાલે મળીશું અને આગામી મેચ માટે રણનીતિ તૈયાર કરીશું. વિદેશી ખેલાડી જેમ કે આંદ્રે રસલ કોલકત્તામાં પ્રેક્ટિસ કરી રહ્યો છે તો શુભમન ગિલ અને કુલદીપ યાદવ મુંબઈમાં કેકેઆર એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહ્યાં હતા.