નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના હેડ કોચ જેક કાલિકે રાજીનામું આપી દીધું છે. રવિવાર 14 જુલાઈએ કેકેઆરે આ વાતની જાહેરાત કરી કે જેક કાલિસની સાથે-સાથે સપોર્ટ સ્ટાફે પણ ફ્રેન્ચાઇઝીને અલવિદા કહી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેક કાલિસ સિવાય સહાયક કોચ સાઇમન કેટિસે પણ પોતાના પદથી રાજીનામું આપી દીધું છે. આફ્રિકાનો પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર જેક કાલિસે 2011મા કેકેઆરની સાથે ખેલાડી તરીકે જોડાયો હતો. ત્યારબાદ તેને હેડ કોચ બનાવવામાં આવ્યો હતો. 9 વર્ષથી તે ટીમની સાથે હતો. 


જેક કાલિસે 400 રન બનાવી અને 15 વિકેટ ઝડપીને ટીમને આઈપીએલ ચેમ્પિયન બનાવવામાં મદદ કરી હતી. વર્ષ 2012મા ગંભીરની આગેવાનીમાં ટીમે સીએસકેને ફાઇનલમાં પરાજય આપ્યો હતો. ત્યારબાદ બે વર્ષ પછી કેકેઆર ફરી ચેમ્પિયન બન્યું હતું. પરંતુ વર્ષ 2015મા જેક કાલિસ ફેન્ચાઇઝીની સાથે બેટિંગ સલાહકાર જોડાયો હતો. 

હિમા દાસે 11 દિવસમાં જીત્યો ગોલ્ડ મેડલ, અનસને 400 મીટરમાં ગોલ્ડ 


કેકેઆરના સીઈઓ વેંકી મૈસૂરે જેક કાલિસના સહયોગની પ્રશંસા કરી છે અને કહ્યું કે, તે કેએઆર પરિવારનો મહત્વનો ભાગ રહેશે. બીજીતરફ જેક કાલિસે કહ્યું કે, તે નવી તક માટે કેકેઆરને અલવિદા કહી રહ્યો છે. તે ખેલાડી ટીમ માલિક અને મેનેજમેન્ટનો આભારી છે.