જયપુરમાં રમાશે મહિલા ટી20 ચેલેન્જરની મેચ, એક નવી ટીમ પણ જોડાશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જાહેરાત કરી છે કે મહિલા ટી20 ચેલેન્જરની ત્રીજી સિઝનની યજમાની જયપુર કરશે. આ સાથે બોર્ડે જણાવ્યું કે, ટૂર્નામેન્ટમાં એક નવી ટીમ પણ જોડાશે.
નવી દિલ્હીઃ Women's T20 Challenge: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં જે રીતે ભારતીય ટીમ અને વિદેશી ટીમના ખેલાડી ભાગ લે છે. તે રીતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે છેલ્લા બે વર્ષોથી મહિલા ટીમો વચ્ચે વુમેન આઈપીએલ શરૂ કરી છે, જેને વુમેન્ટ ટી20 ચેલેન્જ નામ આપવામાં આવ્યું છે. આઈપીએલ દરમિયાન આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. વુમેન્ટ ટી20 ચેલેન્જ 2020માં ક્યાં સ્થળે રમાશે, તેનો ખુલાસો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ કર્યો છે.
મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બીસીસીઆઈએ વુમેન્ટ ટી20 ચેલેન્જ 2020ની જાહેરાત કરી છે. આ વખતે મહિલા ટૂર્નામેન્ટમાં ચાર ટીમો રમશે. બીસીસીઆઈએ અખબારી યાદી જાહેર કરી જણાવ્યું છે કે વુમેન્ટ ટી20 ચેલેન્જની ત્રીજી સિઝન ફરીથી જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં તે સમયે રમાશે, જ્યારે આઈપીએલ 2020ની ક્વોલિફાયર મેચ હશે.
2018માં શરૂ થઈ હતી ટૂર્નામેન્ટ
મહત્વનું છે કે વર્ષ 2018માં પ્રથમ વુમેન્ટ ટી20 ચેલેન્જ રમાઇ હતી, જેમાં માત્ર બે ટીમો અને એક મેચ રમાઇ હતી. તો પાછલા વર્ષે બીસીસીઆઈએ વુમેન્ટ ટી20 ચેલેન્જમાં ત્રણ મેચને સામેલ કરી અને ત્રણેય ટીમો વચ્ચે ફાઇનલ સહિત ચાર મેચ રમાઇ હતી.
INDvsNZ: ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર વિરાટનું ખરાબ ફોર્મ જારી, સાઉદીએ 10મી વખત કર્યો આઉટ
2020ની આ સિઝનમાં કંઇ ખાસ નથી, પરંતુ તેમાં 4 ટીમોને સામેલ કરવામાં આવી છે. ચાર ટીમો વચ્ચે ફાઇનલ મુકાબલા સહિત કુલ 7 મેચ રમાશે, જેમાં ભારત સિવાય કેટલિક અન્ય દેશોની મહિલા ખેલાડી પણ રમશે. મહત્વનું છે કે વર્ષ 2018માં હરમનપ્રીત કૌરની આગેવાની વાળી સુપરનોવાઝે ટ્રેલબ્લેજર્સને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર મેચમાં ત્રણ વિકેટથી પરાજય આપ્યો હતો. તો 2019માં વુમેન્ટ ટી20 ચેલેન્જની વિજેતા ટીમ પણ સુપરનોવાઝ રહી હતી, જેણે મિતાલી રાજની આગેવાની વાળી વેલોસિટી ટીમને 4 વિકેટે પરાજય આપ્યો હતો.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube