ઐતિહાસિક તસવીર પોસ્ટ કરી બોલ્ટે આપ્યો સોશિયલ ડિસ્ટેન્સિંગ પર મેસેજ
જમૈકાના મહાન સ્પ્રિંટર ઉસેન બોલ્ટે જે ફોટ શેર કર્યો, તે 2008 બેઇજિંગ ઓલિમ્પિક ગેમ્સનો છે જ્યારે તેણે પુરૂષોની 100 મીટર દોડનો ગોલ્ડ મેડલ રેકોર્ડ સમયની સાથે જીત્યો હતો.
નવી દિલ્હીઃ ઘાતક કોરોના વાયરસના બચાવની એક રીતે સોશિયલ ડિસ્ટેન્સિંગ છે અને મહાન સ્પ્રિંટર ઉસેન બોલ્ટે તેને લઈને સોશિયલ મીડિયા પર પોતાનો જૂનો ફોટો ટ્વીટ કર્યો છે. ચીનથી ફેલાયેલા ખતરનાક વાયરસથ બચાવ માટે ઘણા દેશોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ એટલે કે લોકોને જરૂરી અંતર જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
બોલ્ટે સોમવારે 2008ના બેઇજિંગ ઓલિમ્પિલની પોતાની ઐતિહાસિક તસવીર પોસ્ટ કરી જ્યારે તેણે 100 મીટરની ફાઇનલમાં જીત હાંસિલ કરી અને રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ઈસ્ટ પર પોતાના ફેન્સને શુભેચ્છા પણ આપી હતી. બોલ્ટે 2008 ઓલિમ્પિક ગેમ્સમાં બેઇજિંગના બર્ડ નેસ્ટ સ્ટેડિયમમાં પુરૂષોની 100 મીટર દોડની ફાઇનલ જીતી હતી, જે રેસ તેણે માત્ર 9.69 સેકન્ડમાં પૂરી કરી વર્લ્ડ અને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો.
જમૈકાના આ દિગ્ગજ દોડવીરે ન માત્ર રેસ જીતી પરંતુ તે અમેરિકાના સ્પ્રિંટર રિચર્ડ થોમ્પસનથી 0.20 સેકન્ડ આગળ રહ્યો હતો. થોમ્પસન બીજા નંબર પર રહ્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube