નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન (James Anderson) દરરોજ કોઈ કમાલ કરે છે. ભારત વિરુદ્ધ રમાઈ રહેલી (ENG vs IND) ચાર મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં તેણે શાનદાર બોલિંગ કરી એક ખાસ સિદ્ધિ હાસિલ કરી છે. આ મેચમાં 38 વર્ષના ફાસ્ટ બોલરે વિશ્વના તમામ બોલરોને પાછળ છોડી દીધા છે. ભારતના યુવા બેટ્સમેન શુભમન ગિલ (Shubhman gill) ને ક્લીન બોલ્ડ કરી એન્ડરસને આ કમાલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત વિરુદ્ધ ચાર મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન  (James Anderson) એ બીજી ઈનિંગમાં એક ઓવરમાં બે મોટી વિકેટ ઝડપી. પહેલા શુભમન ગિલ (Shubhman gill) ને બોલ્ડ કર્યો અને પછી તેજ રીતે બે બોલ બાદ અંજિક્ય રહાણેને બોલ્ડ કર્યો હતો. એક ઓવરમાં બે વિકેટ ઝડપ્યા બાદ એન્ડરસને એક ખાસ સિદ્ધિ મેળવી છે. 30 વર્ષની ઉંમર બાદ સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. 


આ પણ વાંચોઃ ICC Test Championship Points Table: ઈંગ્લેન્ડ સામે હાર બાદ ભારતનો ફાઇનલનો માર્ગ બન્યો મુશ્કેલ


એન્ડરસને વોલ્શને છોડ્યા પાછળ
30 વર્ષની ઉંમર બાદ સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલામાં એન્ડરસને તમામ દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. છેલ્લા 8 વર્ષમાં આ બોલરે કુલ 346 પોતાના નામે કરી છે. વેસ્ટ ઈન્ડિઝના કર્ટની વોલ્શના નામે 30 વર્ષ બાદ 341 વિકેટ હાસિલ કરવાનો રેકોર્ડ હતો. એન્ડરસને અંજ્કિય રહાણેને બોલ્ડ કરવાની સાથે વોલ્શનો રેકોર્ડ તોડ્યો હતો. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્ગ્રા 287 વિકેટની સાથે ત્રીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડના રિચર્ડ હેડલીના નામે 276 વિકેટ છે. 


આ પણ વાંચોઃ India vs England: કેપ્ટન કોહલીએ જણાવ્યું કેમ ચેન્નઈમાં ભારતનો થયો કારમો પરાજય


સૌથી વધુ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલર
એન્ડરસન સૌથી વધુ ટેસ્ટ વિકેટ હાસિલ કરનાર ફાસ્ટ બોલર છે. ચેન્નઈ ટેસ્ટની બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ હાસિલ કર્યા બાદ તેના ખાતામાં 611 વિકેટ થઈ ગઈ છે. ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ હાસિલ કરનાર એન્ડરસન વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર છે. તેણે ઓસ્ટ્રેલિયાના મેક્ગ્રાનો (563 વિકેટ) રેકોર્ડ તોડ્યો હતો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube