નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર જેમ્સ ફોકનર (James Faulkner)એ સોમવારે પોતાના 29માં જન્મદિવસની ઉજવણી કરી હતી. પોતાના જન્મદિવસ દરમિયાન તેણે એક મોટી જાહેરાત કરી છે. તેણે આ દરમિયાન પોતાના બોયફ્રેન્ડનો પણ ખુલાસો કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાના જન્મદિવસની પોસ્ટમાં એક ફોટો શેર કર્યો જેમાં તે પોતાની માતા અને પોતાના બોયફ્રેન્ડ રોબ જુબ (Rob Jubbsta)ની સાથે જોવા મળી રહ્યો છે. ફોકનરે પોતાની પોસ્ટમાં લખ્યું, બંન્ને લગભગ છેલ્લા પાંચ વર્ષથી સાથે છે. 


સમલૈંગિક રિલેસનશિપનો ખુલાસો કરનાર તે પ્રથમ ક્રિકેટર નથી. ઓસ્ટ્રેલિયામાં સંસદે 2017માં મેરેજ એક્ટમાં સંશોધન કરીને સમલૈંગિક વિવાદની મંજૂરી આપી હતી. ત્યારથી ઘણા ક્રિકટરોએ પોતાના પાર્ટનરનો ખુલાસો કરતા લગ્ન કર્યા છે. એવું લાગી રહ્યું છે કે ફોકનર પણ જલ્દી લગ્ન કરશે. પોતાના જન્મદિવસ પર પોતાના પ્રિયજનોની સાથે દિવસ પસાર કરીને ફોકનર ખુબ ખુશ જોવા મળ્યો હતો. તેણે પોતાની માતા અને બોયફ્રેન્ડ રોબ જુબની સાથે ડિનર કર્યું અને તેનો એક ફોટો પણ શેર કર્યો હતો. 


વાંચો સ્પોર્ટસના અન્ય સમાચાર