નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેમ્સ પેટિન્સનને (James Pattinson) એક ખેલાડી માટે અપશબ્દોનો ઉપયોગ કરવા પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેથી તે પાકિસ્તાન (AUS vs PAK) વિરુદ્ધ આ સપ્તાહે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ રમી શકશે નહીં. આ ફાસ્ટ બોલરને પાછલા સપ્તાહે વિક્યોરિયાના ક્વીન્સલેન્ડ વિરુદ્ધ શેફી્ડ શીલ્ડ મેચ દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની (CA) આચાર સંહિતાના ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે પેટિન્સને શું કહ્યું, પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને 'ફીલ્ડિંગ દરમિયાન એક ખેલાડી માટે અપશબ્દોનો ઉપયોગ કરવો' જણાવ્યું છે. પાછલા 18 મહિનામાં આ ત્રીજી ઘટના છે જ્યારે પેટિન્સને આંચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું, જેના કારણ તેને એક મેચ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. 


ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એક અધિકારી સીન કૈરોલે નિવેદનમાં કહ્યું, 'આ અમારૂ કર્તવ્ય છે કે અમે વ્યવહારના ઉચ્ચ માપદંડોને બનાવી રાખીએ અને આ મામલામાં કરવામાં આવેલી કાર્યવાહીથી ખ્યાલ આવે છે.' પેટિન્સન પર પ્રતિબંધ લાગવાથી મિશેલ સ્ટાર્કનું બ્રિસ્બેનમાં ગુરૂવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચમાં રમવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. 


કેદાર જાધવ અને આરપી સિંહની સાથે ગોલ્ફ રમતો જોવા મળ્યો ધોની  


સીએએ એક નિવેદનમાં કહ્યું કે પેટિન્સને પોતાની ભૂલ માટે માફી માગી લીધી છે. પેટિન્સને કહ્યું, 'મેં લાગણીઓમાં આવીને ભૂલ કરી દીધી હતી. મને સમજાય ગયું કે હું ખોટો છું અને મેં વિપક્ષી ટીમ તથા અમ્પાયરની માફી માગી લીધી છે. મેં ભૂલ કરી અને તેની સજા ભોગવવા તૈયાર છું.' પ્રથમ ટેસ્ટ મેચ ગુરૂવારથી રમાશે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube