જમ્મૂ કાશ્મીરથી વડોદરામાં શિફ્ટ થશે ક્રિકેટ ટીમનો ટ્રેનિંગ કેમ્પઃ ઇરફાન પઠાણ
ભારતીય ક્રિકેટના ડોમેસ્ટિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. 24 સપ્ટેમ્બરથી વિજય હજારે ટ્રોફીની મેચ રમાશે.
નવી દિલ્હીઃ જમ્મૂ એન્ડ કાશ્મીર ટીમના કોચ ઇરફાન પઠાણે આગામી ઘરેલૂ સિઝન પહેલા એક મોટુ પગલું ભર્યું છે. આગામી સિઝનની તૈયારીઓને ધ્યાનમાં રાખતા તેણે બરોડામાં ટીમનો કેમ્પ લગાવવાનો નિર્ણય કર્યો છે. પઠાણે આ વાતની જાણકારી આપતા જણાવ્યુ કે, ટીમનો કેપ્પ 6 સપ્ટેમ્બરથી બરોડામાં શરૂ થશે. આ ટીમ માટે ખુબ મહત્વનો કેપ્ટ હશે.
ઇરફાને કહ્યું, 'ટીમના તમામ ખેલાડીઓને એક જગ્યા પર ભેગા થવાનું કહ્યું છે. ટીમના કુલ 27 ખેલાડી છે, જેમાથી કેટલાક જમ્મૂ તો કેટલાક ખેલાડી કાશ્મીરથી આવે છે. તેના માટે અમે પહેલા બેઠક કરી હતી અને તે નિર્ણય થયો કે સ્થાનિક ટીવી ચેનલ દ્વારા અમે એક જાહેરાત આપીશું. ખેલાડી જમ્મૂમાં આવી ગયા છે, ટીમનો કેમ્પ વડોદરામાં લાગશે. આ કેમ્પ મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગુરૂવારથી શરૂ થશે.'
શનિવારે ક્રિકેટના મેદાન પર ટકરાશે ભારત અને પાકિસ્તાનની ટીમો, જાણો ક્યાં રમાશે મેચ
તમને જણાવી દઈએ કે જમ્મૂ તથા કાશ્મીર ક્રિકેટ સંઘે ક્રિકેટ સંબંધી તમામ ગતિવિધિઓને થોડા સમયે માટે સસ્પેન્ડ કરી દીધી છે. જેકેસીએના અધિકારીએ છોડા દિવસ પહેલા તે વાતની જાણકારી આપી હતી કે સુરક્ષાને કારણે ટીમના તમામ ખેલાડીઓને રાજ્ય છોડી જવાનું કહ્યું છે.