ICC U19 World Cup 2020: જાપાનની ટીમ 41 રનમાં ખખડી, ભારતનો 10 વિકેટે ભવ્ય વિજય
ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવા ઉતરેલી ભારતીય ટીમના કેપ્ટન પ્રિયમ ગર્ગે આ મુકાબલામાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટનનો આ નિર્ણય સાચો સાબિત થયો જ્યારે ટીમને એક બાદ એક સફળતા મળી હતી.
નવી દિલ્હીઃ India vs Japan ICC U19 World Cup 2020: ભારત અને જાપાન વચ્ચે દક્ષિણ આફ્રિકાના બ્લૂમફોનટેનમાં રમાયેલી આઈસીસી અન્ડર-19 વિશ્વકપ 2020ની 11મી લીગ મેચમાં ભારતે મોટી જીત હાસિલ કરી છે. અન્ડર-19 વિશ્વકપના ગ્રુપ-એના મુકાબલામાં ભારતીય ટીમે જાપાનની ટીમને પહેલા 41 રનમાં ઢેર કરી અને પછી 10 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો.
ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવા ઉતરેલી ભારતીય ટીમના કેપ્ટન પ્રિયમ ગર્ગે આ મુકાબલામાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટનનો આ નિર્ણય સાચો સાબિત થયો જ્યારે ટીમને એક બાદ એક સફળતા મળી હતી. આ કારણે જાપાનની ટીમ 41 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જાપાનની ટીમે 22.5 ઓવર બેટિંગ કરી અને તમામ વિકેટ ગુમાવીને 41 રન કર્યાં હતા. એટલું જ નહીં તેમાં ભારકતે 19 રનતો વધારાના આપ્યા હતા.
ભારતીય ટીમે આ લક્ષ્ય 4.5 ઓવરમાં વિના વિકેટે હાસિલ કરી લીધો હતો. યશસ્વી જાયસવાલે 29 અને કુમાર કુસાગ્રએ અમનમ 13 રન બનાવ્યા હતા. આ સાથે ભારતી ય ટીમ આઈસીસી અન્ડર-19 વિશ્વ કપ 2020ના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતે પહેલી મેચમાં શ્રીલંકાને 90 રને પરાજય આપ્યો હતો.
જાપાન તરફથી કોઈ પણ બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નથી. સૌથી વધુ રન Shu Noguchi અને Kento Ota Dobellએ 7-7 રન બનાવ્યા હતા. ત્યાં સુધી કે જાપાનની યુવા ટીમના 5 બેટ્સમેન તો ખાતું ખોલાવી શક્યા નહતા. ભારત તરફથી રવિ બિશ્નોઈએ 4 વિકેટ ઝડપી હતી. તો કાર્તિક ત્યાગીને 3 સફળતા મળી હતી, જ્યારે આકાશ સિંહને બે વિકેટ મળી હતી.
સચિન તેંડુલકરના કોચિંગમાં રમશે પોન્ટિંગની ટીમ, કર્ટની વોલ્શ હશે વોર્ન-11ના કોચ
ભારતીય ટીમની અન્ડર-19 વર્લ્ડ કપ 2020માં સફર
આઇસીસી અન્ડર-19 ક્રિકેટ વિશ્વ કપ 2020માં ભારતીય ટીમને ગ્રુપ-એમાં સામેલ કરી છે. આ ગ્રુપમાં ભારતે પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાની અન્ડર-19 ટીમને 90 રને પરાજય આપ્યો હતો. ત્યારબાદ ભારતની નજર જાપાન વિરુદ્ધ મોટી જીત પર હતી, જેને પ્રિયમ ગર્ગની આગેવાની વાળી ટીમે આસાનીથી હાસિલ કરી લીધો છે. ટીમ ગ્રુપ સ્ટેજમાં પોતાની અંતિમ મેચ 24 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube