ટોક્યોઃ જાપાનના ચાર બાસ્કેટબોલ ખેલાડીઓને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેને યૌનકર્મિઓને પૈસા આપવાના આરોપમાં એશિયન ગેમ્સમાંથી પહેલા જ બહાર કરી દેવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાપાની બાસ્કેટબોલ સંઘના પ્રમુખ યુકો મિત્સુયાએ જણાવ્યું કે, ખેલાડીઓ એક વર્ષ સુધી કોઇ સત્તાવાર ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં. તેમણે કહ્યું કે, ખેલાડીઓની આ હરકતને કારણે જાપાનની શાખને ઠએસ પહોંચી છે. 
આ ખેલાડીઓને પોતાની ટીમની જર્સીમાં જકાર્તાના બદનામ રેલડાઇટ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સ્વદેશ પરત મોકલી દેવામાં આવ્યા હતા. આ ખેલાડીઓને એક દલાલ મહિલાઓની સાથે હોટલમાં લઈ ગયો, પરંતુ જાપાનના એક અખબારના રિપોર્ટરે તેને જોયા અને સમાચાર છાપી દીધા. 



Asian games 2018: જાપાનના ચાર ખેલાડીઓ વેશ્યાવૃતિ મામલામાં એશિયન ગેમ્સમાંથી બહાર


ટોક્યો ઓલંમ્પિકની તૈયારી કરી રહેલા જાપાનની આ ઘટના મજાક ઉડી હતી.