દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસીએ) સ્લો ઓવર રેટ માટે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડર પર એક મેચનો પ્રતિબંધ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકઈન્ફોના રિપોર્ટ અનુસાર, હોલ્ડર હવે ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ અને ત્રીજી ટેસ્ટમાં રમી શકશે નહીં. તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ એન્ટિગુઆમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં સ્લો ઓવર રેટ માટે દોષી ઠેરવવામાં આવ્યો છે. 


હોલ્ડરના સ્થાન પર હવે ક્રૈગ બ્રૈથવેટ ત્રીજી ટેસ્ટમાં ટીમની કમાન સંભાળી શકે છે. તે આ પહેલા બાંગ્લાદેશના પ્રવાસમાં પણ આગેવાની કરી ચુક્યો છે. ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ સેન્ટ લુસિયામાં શનિવારથી રમાશે. 


INDvsNZ: ટી20 સિરીઝ પહેલા ન્યૂઝીલેન્ડને લાગ્યો ઝટકો, આ બેટ્સમેન થયો બહાર 


વેસ્ટ ઈન્ડિઝે એન્ટિગુઆમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં રવિવારે ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવીને ત્રણ મેચોની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. યજમાન ટીમે પ્રથમ ટેસ્ટમાં 381 રને વિજય મેળવ્યો હતો. વેસ્ટઈન્ડિઝની 2009 બાદ ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ પ્રથમ શ્રેણી વિજય છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમે આ જીત ફાસ્ટ બોલર જોસેફ અલ્જારીના પરિવારને સમર્પિત કરી છે. અલ્જારી પોતાની માતાના નિધન છતાં શનિવારે મેચ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. 


T-20માં 11 સિરીઝ બાદ પાકનો વિજય રથ રોકાયો, સાઉથ આફ્રિકાએ આપ્યો ઝટકો