ન્યૂયોર્કઃ Major League Cricket:  ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની વચ્ચે ક્રિકેટ જગત સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક દિગ્ગજ ખેલાડી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ (Central Contract)  છોડવા જઈ રહ્યો છે. આ ખેલાડી અમેરિકામાં યોજાનારી મેજર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં (Major League Cricket)લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ (Los Angeles Knight Riders) ટીમ સાથે કરાર કરશે અને પોતાના દેશની ટીમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છોડી દેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ માટે પોતાનો દેશ છોડશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં (England Cricket Team) ધૂમ મચાવનાર ખેલાડી જેસન રોય (Jason Roy) ECBનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છોડવા જઈ રહ્યો છે. જેસન રોયને લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ ટીમમાં 2 વર્ષના કરાર માટે 300,000 પાઉન્ડ (રૂ. 30 કરોડ)ની ઓફર કરવામાં આવી છે. રોય હાલમાં ECBના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા છે. તેમનો કોન્ટ્રાક્ટ ઓક્ટોબર સુધીનો છે. જો તે આમ કરશે તો તે ઈંગ્લેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ખસી જનાર પ્રથમ ક્રિકેટર બની જશે.


આ પણ વાંચોઃ આર્મીમેનનો એન્જિનિયર પુત્ર, 24 વર્ષ સુધી નહોતો પકડ્યો બોલ,હવે બુમરાહની જગ્યા ખાઈ ગયો


2019 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ
2019માં ઈંગ્લેન્ડે પ્રથમ ODI વર્લ્ડ કપ જીત્યો હતો. જેસન રોય (Jason Roy) આ ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક હતો. જેસન રોયે (Jason Roy)ઈંગ્લેન્ડ માટે 116 ODI અને 64 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ વર્ષે ODI વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. જેસન રોયના (Jason Roy)આ નિર્ણય બાદ તેની જગ્યા ટીમમાંથી જઈ શકે છે. રિપોર્ટ અનુસાર જેસન રોય (Jason Roy) છેલ્લા ઘણા અઠવાડિયાથી ECB સાથે વાતચીત કરી રહ્યા છે.


IPL 2023માં KKR ટીમ માટે રમ્યો
IPL 2023 માં, જેસન રોય (Jason Roy)કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો (Kolkata Knight Riders) ભાગ હતો. IPLની આ સિઝનમાં જેસન રોયે (Jason Roy) કુલ 8 મેચ રમી હતી. આ મેચોમાં તેણે 35.63ની એવરેજથી 285 રન બનાવ્યા હતા. આ દરમિયાન જેસન રોયે (Jason Roy) કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) માટે કેટલીક મેચ વિનિંગ ઈનિંગ્સ પણ રમી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube