ICC ODI World Cup 2023: ટીમ ઈન્ડિયાને આ વર્ષે ODI વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ રમવાની છે. એવામાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને દરેક ભારતીય ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. ટીમના એક ખેલાડીએ તેની વાપસીનો નક્કર પુરાવો આપ્યો છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ઈજાના કારણે ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો નથી. આ ખેલાડીને ભારતીય ક્રિકેટ ટીમના સૌથી મોટા મેચ વિનર માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti Swift નું નવું મોડલ 1 લીટરમાં આપશે 40Kmpl ની માઇલેજ, લુક જોશો તો ફિદા થઇ જશો
Credit Card થી ભરવું છે બિલ? આ ફાયદા-નુકસાન વિશે પહેલાં જાણી લો


આવ્યો ટીમ ઈન્ડિયાની લાંબી આતુરતાનો અંત!
ટીમ ઈન્ડિયાનો ઘાતક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી બાદથી મેદાનની બહાર છે. જોકે, તાજેતરમાં BCCI સેક્રેટરી જય શાહે એક અપડેટ આપ્યું હતું કે બુમરાહ ફિટ થઈ ગયો છે. આ બધાની વચ્ચે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે.


ITR ફાઇલિંગ પર ટ્રેંડ શરૂ થયો 'Extend ITR Deadline', સરકારે કરી મોટી જાહેરાત
How To Become Rich: કરોડપતિ બનવા માટે કરવું પડશે આ કામ, તેના વિના નહે બની શકો ધનવાન
Janmashtami: જન્માષ્ટમીની રાત્રે કરો આ જાદુઇ ટોટકા, ધન-સંપત્તિથી ભરેલી રહેશે તિજોરી


વર્લ્ડ કપ 2023 પહેલા સારા મળ્યા સમાચાર 
લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર બુમરાહ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ટ્રેનિંગ કરી રહ્યો છે. તાજેતરમાં તેણે બેંગ્લોરના અલુર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇન્ટ્રા સ્ક્વોડ પ્રેક્ટિસ મેચમાં બોલિંગ કરી હતી. હવે આ મેચનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) તેની સંપૂર્ણ લયમાં બોલિંગ કરી રહ્યો છે. ક્યારેક રાઉન્ડ ધ વિકેટ તો ક્યારેક ઓફ ધ વિકેટ, તે બેટ્સમેનોને બીટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.


Shani: આ રાશિઓ પર ક્યારેય કષ્ટ આવવા દેતા નથી શનિ દેવ, રંકમાંથી બનાવી દે છે રાજા
Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ



આ સીરીઝમાં મળી શકે છે સ્થાન 
પીઠની ઈજાને કારણે જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) માર્ચમાં ક્રાઈસ્ટચર્ચ, ન્યુઝીલેન્ડમાં સર્જરી પણ કરાવી હતી. ત્યારથી તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. રિપોર્ટ અનુસાર બુમરાહને આગામી મહિને આયર્લેન્ડમાં યોજાનારી T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ પ્રવાસ પર 18 થી 23 ઓગસ્ટ વચ્ચે 3 T20 મેચ રમવાની છે. જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 30 ટેસ્ટ મેચ, 72 ODI અને 60 T20 મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 128 વિકેટ, વનડેમાં 121 વિકેટ અને ટી20માં 70 વિકેટ લીધી છે.


દારૂથી પણ વધુ નશો કરે છે લાલ મધ, દુનિયાભરમાં ખૂબ છે ડિમાન્ડ, ફક્ત અહીં મળે છે
દુનિયાના આ દેશમાં મફતમાં કરી છો અભ્યાસ, તમે પણ પેક કરી દો બોરિયા-બિસ્તરા!
Web Series: આ 10 વેબસિરિઝ નથી જોઇ તો તમારી યુવાની છે નકામી, બોલ્ડનેસના મામલે પડાવે છે બૂમ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube