બર્મિંઘમઃ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર થયું છે, જ્યારેટ ટીમ ઈન્ડિયા વિરુદ્ધ કોઈ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં 378 રનનો મોટો ટાર્ગેટ હાસિલ કર્યો છે. ઈંગ્લેન્ડે ન માત્ર આ ટાર્ગેટ હાસિલ કર્યો, પરંતુ જે રીતે એકતરફો ટાર્ગેટ હાસિલ કર્યો, તેણે ટીમ ઈન્ડિયાની અનેક કમીને ઉઘાડી પાડી દીધી છે. રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહે ટીમની કમાન સંભાળી હતી. બુમરાહે જે રીતે પ્રથમ ઈનિંગમાં ટીમની કમાન સંભાળી, તેનાથી બધા પ્રભાવિત થયા હતા. પરંતુ બીજી ઈનિંગમાં કમી જોવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવી ઈંગ્લેન્ડને 284 રનમાં ઓલઆઉટ કરી દીધુ હતું. ત્યારબાદ ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ લક્ષ્ય મોટો હતો પરંતુ જે રીતે જો રૂટ અને જોની બેયરસ્ટોએ બેટિંગ કરી, અહીં 500 રન પણ ઓછા પડ્યા હોત. જો રૂટ 142 રન અને બેયરસ્ટો 114 રન બનાવી અણનમ રહ્યા હતા. ઈંગ્લેન્ડે સાત વિકેટે જીત મેળવીને સિરીઝ 2-2થી બરોબરી કરી લીધી છે. 2021માં શરૂ થયેલી ટેસ્ટ સિરીઝનો આવો અંત કોઈ ભારતીયોએ વિચાર્યું પણ નહીં હોય. 


આ પણ વાંચોઃ એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડનો ઐતિહાસિક વિજય, રેકોર્ડ રનચેઝ કરી ભારતને 7 વિકેટે હરાવ્યું


આવો એક નજર કરીએ ભારતની હારના પાંચ કારણો પર
આર અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરાયો

આર અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહીં. ભારતીય ટીમને ચાર ફાસ્ટ બોલરો સાથે ઉતરવાનું ભારે પડ્યું. અશ્વિન એવો બોલર છે, જે ગમે તે બેટરને આઉટ કરી શકે છે. એજબેસ્ટનમાં ભારતને આ ભૂલ ભારે પડી છે. 


પ્રથમ ઈનિંગમાં ટોપ ઓર્ડર ફ્લોપ
પ્રથમ ઈનિંગમાં ભારતે 98 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ગિલ, પુજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી અને અય્યરે હથિયાર હેઠા મુકી દીધા હતા. રિષભ પંત અને જાડેજાએ સદી ન ફટકારી હોત તો ભારતીય ટીમ આટલા રન પણ બનાવી શકત નહીં. 


ઈંગ્લેન્ડને વાપસીની તક આપી
416 રન બનાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ 83 રનમાં ઈંગ્લેન્ડના પાંચ બેટરોને આઉટ કરી દીધા હતા. પરંતુ ત્યારબાદ વિરાટ કોહલીએ સ્લેજિંગ કર્યું અને બેયરસ્ટોએ ત્યારબાદ પોતાનો ગેર બદલી નાખ્યો હતો. બેયરસ્ટોએ શાનદાર સદી ફટકારી હતી. જેની મદદથી ઈંગ્લેન્ડની ટીમ 284 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી. જેના કારણે ભારતને માત્ર 132 રનની લીડ મળી હતી. 


આ પણ વાંચોઃ Ind vs Eng: આ 3 ખેલાડીઓના લીધે મુસીબતમાં મુકાઇ ટીમ ઇન્ડીયા, કરવો પડ્યો હારનો સામનો


બીજી ઈનિંગમાં ભારતની બેટિંગ ફેલ
પ્રથમ ઈનિંગની મદદથી મળેલી લીડ બાદ ટીમ ઈન્ડિયાના બેટરો બીજી ઈનિંગમાં ફ્લોપ રહ્યાં. પુજારા અને પંતે અડધી સદી ફટકારી હતી. આ સિવાય કોઈ બેટર મોટો સ્કોર કરી શક્યો નહીં. કોહલી હોય કે  વિહારી... તમામ બેટરોએ પોતાની વિકેટ ફેંકી દીધી હતી. બીજી ઈનિંગમાં ખરાબ બેટિંગ ટીમ ઈન્ડિયાને ભારે પડી છે. 


ખરાબ ફીલ્ડિંગ અને ખરાબ બોલિંગ ભારે પડી
બ્રેન્ડન મેક્કુલમ જ્યારથી ઈંગ્લેન્ડના કોચ બન્યા છે, ત્યારથી ઈંગ્લેન્ડ ટીમે હાર શબ્દ પોતાની ડિક્શનરીમાંથી હટાવી દીધો છે. ન્યૂઝીલેન્ડ સામે સતત ત્રણ ટેસ્ટમાં લક્ષ્ય હાસિલ કરીને ઈંગ્લેન્ડે જીત મેળવી હતી, તો હવે ભારત સામે પણ ઈંગ્લેન્ડે રેકોર્ડ રનચેઝ કર્યો છે. ઈંગ્લેન્ડે ભારતીય બોલરો સામે આક્રમક બેટિંગ કરી હતી. તો ટીમ ઈન્ડિયાની ખરાબ ફીલ્ડિંગ પણ રહી હતી. ઈંગ્લેન્ડના બેટરો સરળતાથી બાઉન્ડ્રી ફટકારી રહ્યાં હતા. ટીમ ઈન્ડિયાના આ ખરાબ પ્રદર્શનની સમીક્ષા જરૂર થવી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube