લંડનઃ ભારતીય ટીમને મંગળવારે સારા સમાચાર મળ્યા, જ્યારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ફિટ જાહેર કરવામાં આવ્યો અને તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોટિંઘમમાં શનિવારથી શરૂ થઈ રહેલા ત્રીજા ટેસ્ટમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. આયર્લેન્ડ સામેની ટી20 શ્રેણી દરમિયાન બુમરાહને અંગૂઠામાં ઈજા થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુમરાહ અંગૂઠાની ઈજા બાદ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20, વનડે અને પ્રથમ બે ટેસ્ટમાં રમી શક્યો ન હતો. ચાર જુલાઇએ લીડ્સમાં તેનું ઓપરેશન થયું હતુ, ત્યારબાદ તેણે ભારતમાં રિહેબિલિટેશનમાં ભાગ લીધો. ત્યારબાદ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ સાથે જોડવામાં આવ્યો. 


બુમરાહને ટેસ્ટ શ્રેણી દરમિયાન ચેમ્સફોર્ડ, બર્મિંઘમ અને લોર્ડ્સ પર નેટમાં તે જોવા મળ્યો. ટીમ મેનેજમેન્ટને તેના પ્લાસ્ટર ઉતારવાનો ઇંતજાર હતો. બીજી ટેસ્ટમાં વરસાદના વિઘ્ન વચ્ચે એક નેટ સત્રમાં બુમરાહ પ્લાસ્ટર વિના બોલિંગ કરતો જોવા મળ્યો અને આગામી મેચમાં ઉપલબ્ધ રહેવાની પુષ્ટિ થઈ ગઈ છે. 


હવે તે જોવાનું છે કે મેચ પ્રેક્ટિસ વિના તેને અંતિમ ઇલેવનમાં સ્થાન મળે છે કે નહીં. આ વચ્ચે આર અશ્વિન અને હાર્દિક પંડ્યાને પણ ફિટ જાહેર કરાયા છે. બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં બેટિંગ દરમિયાન આ બંન્નેને હાથની આંગળી પર બોલ લાગ્યો હતો. 


કેપ્ટન વિરાટ કોહલી પણ ત્રીજા ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે ફિટ થવાની દોડમાં સામેલ છે. મંગળવાકે ભારતીય ટીમે જિમ સત્રમાં ભાગ લીધો. તમામ ખેલાડીઓ અને કેપ્ટન આ સત્રમાં સામેલ થયા. કોહલી પૂર્ણ ફિટનેસ હાસિલ કરવાની સંભાવનામાં સુધાર માટે રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે.