નવી દિલ્હીઃ ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝના બીજા મુકાબલામાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને આરામ આપ્યો હતો. ઈંગ્લેન્ડ વિરુદ્ધ અમદાવાદમાં રમાનાર ડે-નાઇટ ટેસ્ટ પહેલા તે ખુબ તૈયારી કરી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે ટીમ મેનેજમેનટ્ ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ પર કામ કરી રહ્યું છે. આ માટે ભારતીય ટીમ ફાસ્ટ બોલર બુમરાહને ઈંગ્લેન્ડ સામે નિર્ધારિત ઓવરોની સિરીઝમાં આરામ આપી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ બાદ પાંચ ટી20 અને પછી ત્રણ વનડે મેચોની સિરીઝ રમાવાની છે. પાંચ ટી20 મુકાબલા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. ટી20 બાદ વનડે સિરીઝ પુણેમાં રમાવાની છે. 


આ પણ વાંચોઃ England ટીમ પર ગુસ્સે માઇકલ વોન, શરમજનક હાર બાદ બોલ્યા 3-1 થી જીતશે ટીમ ઇન્ડિયા


બુમરાહને ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવ્યો હતો. બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યુ, જસપ્રીતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસી શરૂઆતથી અત્યાર સુધી 180 ઓવર બોલિંગ કરી છે અને ચાર ટેસ્ટમાં આશરે 150 ઓવર ફેંકી છે. આ સિવાય મેદાન પર ઘણા કલાકો પસાર કર્યા છે. તેથી તેને નિર્ધારિત ઓવરોની સિરીઝમાં આરામ આપવો જરૂરી છે. 


રવિચંદ્રન અશ્વિને આઈપીએલમાં સારૂ પ્રદર્શન કર્યુ અને હવે તે જોવાનું છે કે તે શું દ્રવિડ (2011 ઈંગ્લેન્ડ સિરીઝ) ની જેમ વાપસી કરશે. તે સમયે દ્રવિડે ત્રણ વર્ષ બાદ વનડે ટીમમાં વાપસી કરી અને તેનો આધાર ટેસ્ટ મેચોમાં તેનું પ્રદર્શન હતું. દ્રવિડે તે સિરીઝ બાદ નિવૃતિની જાહેરાત કરી હતી. તો ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝમાં મુંબઈના દમદાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને પણ તક મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube