નવી દિલ્હી : આઇપીએલ સિઝન 12ની સાતમી મેચમાં બેંગ્લુરુ અને મુંબઈ વચ્ચે થયેલી મેચમાં મુંબઈની 6 રને જીત થઈ હતી. આ મેચમાં છેલ્લો બોલ સૌથી વધારે ચર્ચાસ્પદ સાબિત થયો હતો. આ બોલને અમ્પાયરે નો બોલ ગણાવ્યો હતો. આ મામલે વિરાટ કોહલીએ જાહેરમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને કહી દીધું હતું કે આઇપીએલ કોઈ ક્લબ ક્રિકેટ નથી. આ વિવાદમાં મુંબઈના જસપ્રીત બુમરાહ તેમજ બેંગ્લુરુના એબી ડિવિલિયર્સનું શાનદાર પ્રદર્શન સંતાઈ ગયું હતું. આમાં બુમરાહને શ્રેષ્ઠ બોલિંગ માટે મેન ઓફ ધ મેચનો અવોર્ડ આપવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ મેચમાં ગુરૂવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટથી પરાજીત કર્યું હતું. મુંબઇ ઇન્ડિયન્સની તરફથી અપાયેલા 188 રનનાં લક્ષ્યાંકને પાર કરવા માટે ઉતરેલી બેંગ્લુરૂએ 20 ઓવરમાં 181 રન જ બનાવી શકી હતી. જેના પગલે ભારે રોમાંચક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ જીતી હતી. વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળ રમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ આઇપીએલની આ સીઝનમાં અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. 


રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂનાં કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નાં 12માં સીઝનની સાતમી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની વિરુદ્ધ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગ્લુરૂએ પોતાનાં પ્લેઇંગ ઇલેવમાં કોઇ પરિવર્તન નહોતું કર્યું જ્યારે રોહિત શર્માની કેપ્ટન્સી વાળી મુંબઇ ટીમમાં બે પરિવર્તન કર્યા હતો. ટીમે બેન કટિંગનાં સ્થાને લસિથ મલિંગા અને રસિખ સલામનાં સ્થાને મયંક મારકંડેનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કર્યો હતો.


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...