Player Profile: બેટ્સમેનો માટે કાળ છે આ ભારતીય બોલર, જાણો સંપૂર્ણ રેકોર્ડ
25 વર્ષીય જસપ્રીત બુમરાહ હાલમાં આઈસીસી વનડે રેન્કિંગમાં વિશ્વનો નંબર એક બોલર છે. બુમરાહની બોલિંગ એક્શન અને ઝડપ તેને બાકી બોલરોથી અલગ બનાવે છે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં રમાનારા ક્રિકેટ વિશ્વ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની પાસે જસપ્રીત બુમરાહના રૂપમાં સૌથી ધારદાર ફાસ્ટ બોલર છે. 25 વર્ષીય જસપ્રીત બુમરાહ હાલના સમયમાં આઈસીસી વનડે રેન્કિંગમાં વિશ્વનો નંબર એક બોલર છે. બુમરાહની બોલિંગ એક્શન અને ઝડપ તેને અન્ય બોલરોથી અલગ બનાવે છે.
6 ડિસેમ્બર 1993ના જન્મેલા જસપ્રીત બુમરાહ ભારત માટે ત્રણ ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી20)માં રમે છે. જસપ્રીત બુમરાહ જમણા હાથનો ફાસ્ટ બોલર છે. બોલિંગમાં બુમરાહનું સૌથી મોટું હથિયાર સટીક યોર્કર છે જેથી તે બેટ્સમેનનો ચમકો આપવામાં માહેર છે.
બુમરાહની બોલિંગમાં ગતિ અને ઉછાળ બંન્નેનું મિશ્રણ જોવા મળે છે. યોર્કર એક બોલરનો સૌથી મજબૂત પક્ષ હોય છે અને ભારત નસીબદાર છે, જે તેની પાસે બુમરાહના રૂપમાં એક એવો બોલર છે, જે યોર્કર બોલિંગ કરવામાં માહેર છે.
જસપ્રીત બુમરાહ- પ્રોફાઇલ
1.ઉંમપ- 25 વર્ષ
2. પ્લેઇંગ રોલ- બોલર
3. બેટિંગ- જમણા હાથનો બેટ્સમેન
4. બોલિંગ- જમણા હાથનો ફાસ્ટ બોલર
5. ઓવરઓલ વનડે આંતરરાષ્ટ્રીયમાં પ્રદર્શન- જસપ્રીત બુમરાહે ભારત માટે અત્યાર સુધી 49 વનડે રમી છે. બુમરાહે 22.15ની એવરેજથી 85 વિકેટ હાસિલ કરી છે. વનડેમાં બુમરાહનું બેસ્ટ પ્રદર્શન 27 રન આપીને 5 વિકેટ રહ્યું છે.
6. વર્લ્ડ કપ- જસપ્રીત બુમરાહ પ્રથમવાર વિશ્વકપમાં રમશે. આ પહેલા તેને ઈંગ્લેન્ડમાં મિની વિશ્વ કપ એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાનો અનુભવ છે. 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં બુમરાહ ભારતીય ટીમમાં સામેલ હતો.
7. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સફર- જસપ્રીત બુમરાહે 23 જાન્યુઆરી 2016ના ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. જસપ્રીત બુમરાહ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે.
(આ આંકડા 2019 વિશ્વકપ પહેલા સુધીનો છે.)