નવી દિલ્હીઃ Jasprit Bumrah Ruled Out Of ICC T20 World Cup 2022: 15 વર્ષ બાદ ટી20 વિશ્વકપ જીતવાનું સપનું જોઈ રહેલી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈ પાસેથી મળી રહેલી જાણકારી પ્રમાણે તેને પીઠમાં સમસ્યા છે અને સાજા થવામાં છ મહિનાનો સમય લાગી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ન રમી શક્યો પ્રથમ ટી20
ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ પીટીઆઈને કહ્યું કે બુમહાર પીઠ દર્દની ગંભીર સમસ્યાથી પરેશાન છે અને તેણે ત્રણ મહિના સુધી ટીમમાંથી બહાર રહેવું પડી શકે છે. બીસીસીઆઈ અધિકારીએ ગોપનીયતાની શરત પર પીટીઆઈને કહ્યું- તે નક્કી છે કે બુમરાહ ટી20 વિશ્વકપમાં રમી શકશે નહીં. તેને પીઠ દર્દની ગંભીર પરેશાની છે અને છ મહિના સુધી બહાર રહેવું પડી શકે છે. બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે ટી20 મેચ રમી હતી પરંતુ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ મેચમાં બહાર રહ્યો હતો. 


મોહમ્મદ શમી સહિત આ ત્રણ ખેલાડી રેસમાં સામેલ
જસપ્રીત બુમરાહનું રિપ્લેસમેન્ટ કોણ હશે, આ સવાર પર સિલેક્ટરોએ વિચારવાનું શરૂ કરી દીધુ છે. બુમરાહ લાંબા સમયથી પીઠની સમસ્યાનો સામનો કરી રહ્યો છે પરંતુ તે વાતની આશંકા નહોતી કે તે વિશ્વકપમાંથી બહાર થઈ જશે. 


આ પણ વાંચોઃ શેર કભી બુઢ્ઢા નહીં હોતા! આ VIDEO જોઈને પ્રશંસકો થશે ખુશ, સુપરમેન 'રૈના'એ લપક્યો કેચ


મોહમ્મદ સિરાજ પર પણ મંથન કરી રહ્યા છે પસંદગીકારો
હાલ રિઝર્વ ખેલાડીઓમાં સામેલ મોહમ્મદ શમી અને દીપક ચાહરને બુમરાહના રિપ્લેસમેન્ટ માનવામાં આવી રહ્યાં છે. પરંતુ મોહમ્મદ સિરાજનું ઓસ્ટ્રેલિયાની ધરતી પર કરવામાં આવેલું શાનદાર પ્રદર્શન તેને પણ ટીમ ઈન્ડિયામાં સામેલ કરાવી શકે છે. સિરાજે કાંગારૂઓની ધરતી પર દમદાર બોલિંગ કરી હતી. તેથી તે બુમરાહનો વિકલ્પ હોઈ શકે છે. 


બીજીતરફ દીપક ચાહર ઈજામાંથી ફિટ થયો છે અને તેણે આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટી10માં શાનદાર બોલિંગ કરી હતી. તો 2015ના વનડે વિશ્વકપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર શમીને મોટી ટૂર્નામેન્ટમાં રમવાનો અનુભવ છે, આ આધારે તેને પણ ટીમમાં તક મળી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube