IND vs SA: ઈજાગ્રસ્ત બુમરાહે કહ્યું- દમદાર વાપસી કરીશ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
નવી દિલ્હીઃ ઈજાગ્રસ્ત થવાને કારણે આફ્રિકા વિરુદ્ધ રમાનારી ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝથી બહાર થનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (jasprit bumrah) વચન આપ્યું કે તે મેદાન પર દમદાર વાપસી કરશે. બુમરાહે ટ્વીટ કર્યું, 'ઈજા રમતનો મહત્વપૂર્ણ ભાગ છે. મારા સ્વસ્થ થવાની કામના કરવા માટે તમામનો આભાર. મારૂ માથુ ઉંચુ છે અને મેદાન પર દમદાર વાપસી મારૂ લક્ષ્ય છે.'
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે જણાવ્યું કે, બુમરાહને પીઠના નિચેના ભાગમાં સામાન્ય ફ્રેક્ચર છે અને આ કારણે તે આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં રમશે નહીં.
તેની ઈજાની જાણ રૂટિન તપાસમાં સામે આવી હતી. તે એનસીએમાં પોતાની ઈજા પર કામ કરશે અને બીસીસીઆઈની મેડિકલ ટીમની નજરમાં રહેશે. અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ બુમરાહના સ્થાનપર ઉમેશ યાદવને ટીમમાં જગ્યા આપી છે.
Korea Open: પીવી સિંધુ બહાર, પ્રથમ રાઉન્ડમાં થયો પરાજય
બુમરાહે અત્યાર સુધી 12 ટેસ્ટ મેચોમાં 62 વિકેટ ઝડપી છે. વિન્ડીઝના પ્રવાસ પર તેણે 2 મેચોમાં 13 સફળતા મેળવી હતી.