નવી દિલ્હીઃ ભારતના ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કમરના નિચલા ભાગમાં થયેલી ઈજા (સ્ટ્રેસ ફ્રેક્ચર) પર નિષ્ણાંતોનો અભિપ્રાય જાણવા માટે ઈંગ્લેન્ડ જશે. આ ઈજાને કારણે બુમરાહ ઓછામાં ઓછા બે મહિના સુધી ભારતીય ટીમથી બહાર થઈ ગયો છે. આ દરમિયાન તે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં રમશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાડા ત્રણ વર્ષના કરિયરમાં આ પ્રથમવાર થશે, જ્યારે બુમરાહ ઈજાને કારણે આટલા લાંબા સમય સુધી ટીમથી દૂર રહેશે. બીસીસીઆઈના એક અધિકારીએ ગોપનીયતાની શરત પણ જણાવ્યું કે, બીસીસીઆઈ સ્ટ્રેસ ફ્રેક્ચરની સારવાર માટે બુમરાહને લંડન મોકલી રહ્યું છે. આ દરમિયાન એનસીએના ફિઝિયોથેરેપિસ્ટ આશીષ કૌશિક તેની સાથે રહેશે. બીસીસીઆઈએ ત્રણ અલગ-અલગ નિષ્ણાંતોનું અભિપ્રાય લેવા માટે સમય લીધો છે. 


સૂત્રોએ કહ્યું, 'બુમરાહ છ કે સાત ઓક્ટટોબરે એક સપ્તાહ માટે ઈંગ્લેન્ડ રવાના થઈ શકે છે. તેની આગળની યોજના ત્રણ ડોક્ટરો પાસેથી મળેલા અભિપ્રાય પર નિર્ભર રહેશે. અમે આ મામલામાં સર્વશ્રેષ્ઠ ડોક્ટરોનું વલણ લીધું છે.'

IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની સામે 3 પડકાર 


ટીમને દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બુમરાહની ખોટ પડશે. 25 વર્ષીય આ બોલર છેલ્લા બે વર્ષમાં ટીમનો મુખ્ય બોલર બનીને ઉભર્યો છે. તેણે 12 ટેસ્ટમાં 62 વિકેટ જ્યારે 58 એકદિવસીયમાં 103 વિકેટ ઝડપી છે. ટી20મા તેના નામે 42 મેચોમાં 51 વિકેટ છે. 


આ પહેલા પૂર્વ ભારતીય ફાસ્ટર આશીષ નહેરાએ રવિવારે કહ્યું કે, જસપ્રીત બુમરાહને સ્ટ્રેસ ફ્રેક્ચર તેની અલગ પ્રકારની એક્શનને કારણે નથી અને તેવામાં મામલાને યોગ્ય થવાની કોઈ સમય સીમા હોતી નથી. બુમરાહ બે મહિનામાં ઠીક થઈ શકે છે કે પછી છ મહિના સુધી મેદાનથી બહાર રહી શકે છે.