નવી દિલ્હીઃ ફ્રેન્ચાઈઝી આધારિત લીગના મહત્વપૂર્ણ ખેલાડી જોફ્રા આર્ચરે વર્તમાન સમયમાં વિશ્વ ક્રિકેટમાં રમી રહેલા બોલરોમાં ભારતના જસપ્રીત બુમરાહને ટી20નો સર્વશ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે. બારબાડોસમાં જન્મેલા મધ્યમ ગતિનો આ બોલર થોડા સમયમાં ઈંગ્લેન્ડ તરફથી રમવાની યોગ્યતા હાસિલ કરી લેશે કારણ કે તેણે આ દેશમાં સાત વર્ષ પસાર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે સૌથી નાના ફોર્મેટમાં મુખ્ય ત્રણ બોલરોમાં ખુદને અને અફગાનિસ્તાનના રાશિદ ખાનને પણ સામેલ કર્યો છે. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલા આર્ચરે કહ્યું, મને બુમરાહ ખુબ પસંદ છે. હું આ યાદીમાં એક સ્પિનરને પણ સામેલ કરવા ઈચ્છીશ અને તે રાશિદ ખાન છે. આ રીતે અત્યારે બુમરાહ, હું અને રાશિદ ટી20 ક્રિકેટના ત્રણ વર્ષશ્રેષ્ઠ બોલર છીએ. 


DC vs CSK: દિલ્હી કેપિટલ્સને હરાવ્યા બાદ ચેન્નઈએ ઉજવ્યો જાધવનો બર્થડે


અત્યાર સુધી 82 મેચોમાં 105 વિકેટ ઝડપનાર આર્ચરનું માનવું છે કે, બુમરાહની અસામાન્ય એક્શનને કારણે બેટ્સમેન માટે તેને સમજવો મુશ્કેલ થાય છે. આર્ચરે કહ્યું, તે પોતાની એક્શનને કારણે સારા યોર્કર ફેંકી શકે છે. બુમરાહની પાસે ધીમી ગતીનો પણ બોલ છે, જેમાં તેની એક્શન મહત્વની ભૂમિકા ભજવે છે. તેનો હાથ દરેક દિશામાં જાય છે અને અચાનક તેની ધીમી ગતીનો બોલ આવે છે, જેને સમજવો મુશ્કેલ હોય છે. 


આમ્રપાલી ગ્રુપ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ધોની, બાકીના 40 કરોડ અપાવવા કરી માગ


આર્ચરે આઈપીએલમાં પર્પલ કેપ હાસિલ કરવાને પોતાનો લક્ષ્ય બનાવ્યો છે. તેનો મતલબ છે કે, તે ટૂર્નામેન્ટમાં સર્વાધિક વિકેટ ઝડપવા ઈચ્છે છે. આ 23 વર્ષીય બોલરે કહ્યું, હું અત્યારે ટીમને પ્લેઓફમાં જોવા ઈચ્છું છું અને પછી ફાઇનલ વિશે વિચારશું. વ્યક્તિગત રીતે હું પર્પલ કેપ હાસિલ કરવા ઈચ્છીશ. હું થોડા રન પણ બનાવવા ઈચ્છું છું, કારણ કે ગત વર્ષે મેં વધુ રન બનાવ્યા નથી. આશા છે કે, આ વર્ષે હું તે દેખાડવામાં સફળ રહીશ કે, હું બેટિંગમાં શું કરી શકું છું.