નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ભાકા ફેંક ખેલાડી નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરી લીધું છે. કોણીની ઈજા બાદ એક્શનમાં આવેલા નીરજે સાઉથ આફ્રિકામાં એથલેટિક્સ સેન્ટ્રલ નોર્થ ઈસ્ટ મીટિંગમાં 87.86 મીટરના થ્રોની સાથે આ ટિકિટ મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 વર્ષીય નીરજ ચોપડા 2019માં ઈજાને કારણે બહાર રહ્યો હતો. તેણે પોતાના ચોથા પ્રયાસમાં 86 મીટરના ઓલિમ્પિક ક્વોલિફિકેશનનો માર્ક હાસિલ કર્યો અને આ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં ટોપ પર રહ્યો હતો. ચોપડાએ શરૂઆત 81.76 મીટરની સાથે કરી અને દરેક થ્રોની સાથે સારો સ્કોર કરતો ગયો હતો. તેનો બીજો પ્રયાસ 82 મીટર અને ત્રીજો 82.57 મીટરનો હતો. 


નીરજે ટ્વીટ કર્યું, 'સ્પર્ધામાં પાછા ફરીને સારૂ લાગી રહ્યું છે. બધાનો તેની શુભકામનાઓ અને સહયોગ માટે આભાર.'


એશિયન ગેમ્સ અને રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજે કહ્યું, 'હું પરિણામની સાથે ખુશ છું કારણ કે હું સીઝન માટે વોર્મ-અપ હોવા માટે સ્પર્ધામાં ગયો હતો. જ્યારે મેં પહેલા ત્રણ થ્રો (બધા 80 મીટરથી ઉપર)ની સાથે સારૂ કર્યું અને ચોથા પ્રયાસમાં થોડો વધુ ભાર લગાવવાનો નિર્ણય કર્યો હતો.'


વધુ એક ભારતીય ખેલાડી રોહિત યાદવે 77.61 મીટર સુધી ભાલે ફેંક્યો અને બીજા સ્થાન પર રહ્યો હતો. બાકીના ત્રણ સ્પર્ધક 70 મીટરની પાર પણ ન જઈ શક્યા. 


INDvsNZ: સુપર ઓવરમાં કીવીને હરાવી ભારતે રચ્યો ઈતિહાસ, ન્યૂઝીલેન્ડમાં પ્રથમવાર જીતી દ્વિપક્ષીય ટી-20 સિરીઝ  


ઈજા દરમિયાન નીરજ આઈએએએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ, ડાયમંડ લીગ અને એશિયન ચેમ્પિયનશિપ ચુકી ગયો હતો. તેની અંતિમ મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધા 2018 જકાર્તા એશિયન ગેમ્સ હતી, જ્યાં તેણે 88.06 મીટરના રાષ્ટ્રીય રેકોર્ડની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર