BCCI સચિવ જય શાહ આઈસીસીના આગામી ચેરમેન બનશે. આઈસીસીએ અધિકૃત રીતે તેની જાહેરાત પણ કરી દીધી છે. ડિસેમ્બરથી તેઓ આઈસીસીમાં ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળશે. 35 વર્ષના જય શાહ હાલ ICC ચેરમેન ગ્રેગ બાર્કલેની જગ્યા લેશે જેમણે સતત ત્રીજીવાર આ પદ પર રહેવાની હોડમાંથી પાછળ હટી ગયા. શાહે જો કે હવે બીસીસીઆઈના સચિવનું પદ છોડવું પડશે. તેઓ આ પદ પર 2019થી છે અને આવામાં હવે સવાલ એ ઊભો થાય છે કે બીસીસીઆઈના આગામી સચિવ કોણ બનશે. આ રેસમાં અનેક નામ સામે આવી રહ્યા છે. જાણો તેમના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી યુવા ચેરમેન
જય શાહ 27 ઓગસ્ટના રોજ આઈસીસીના નવા ચેરમેન તરીકે નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા. આ સાથે જ 35 વર્ષના જય શાહ આઈસીસીનું નેતૃત્વ કરનારા સૌથી યુવા વ્યક્તિ બનશે. છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા હતી કે તેઓ આઈસીસીના ચેરમેન બનશે જેના પર હવે મહોર લાગી ગઈ છે. 


બીસીસીઆઈના સચિવ બનવાની રેસમાં આ નામ
પીટીઆઈ મુજબ કેટલાક નામ છે જે બીસીસીઆઈના આગામી સચિવ બનવાની રેસમાં સામેલ છે. 


રાજીવ શુક્લા
એવી શક્યતા છે કે બીસીસીઆઈ પદોમાં ફેરબદલ કરે અને હાલના ઉપાધ્યક્ષ અને રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાને એક વર્ષ માટે આ હોદો સંભાળવાનું કહે. શુક્લાને નિશ્ચિત રીતે સચિવ બનવામાં કોઈ સમસ્યા નહીં હોય.


આશીષ શેલાર
મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા શેલાર બીસીસીઆઈના કોષાધ્યક્ષ છે અને મુંબઈ ક્રિકેટ સંઘ (એમસીએ) પ્રશાસનમાં મોટું નામ છે. જો કે શેલાર એક કુશળ રાજનેતા છે અને બીસીસીઆઈના સચિવ પદ માટે તેમણે પોતાનો સમય ફાળવવો પડશે. જો કે તેઓ પણ આ રેસમાં સામેલ હોઈ શકે છે. 


અરુણ ધુમલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ચેરમેન પાસે બોર્ડ ચલાવવાનો અનુભવ છે. તેઓ કોષાધ્યક્ષ રહી ચૂક્યા છે અને લોભામણી ક્રિકેટ લીગના પ્રમુખ છે. 


સંયુક્ત સચિવ દેવજીત સૈકિયા
આ નામ જો કે લોકપ્રિય શ્રેણીમાં નથી પરંતુ હાલના બીસીસીઆઈ પ્રશાસનમાં એક મહત્વપૂર્ણ કડી છે. જેમનું પણ પ્રમોશન થઈ શકે છે. 


રોહન જેટલી
યુવા પ્રશાસકોમાં દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ) અધ્યક્ષ રોહન જેટલી કે બંગાળ ક્રિકેટ સંઘના પૂર્વ અધ્યક્ષ અવિષેક ડાલમિયાના નામ પર ચર્ચા થઈ શકે છે. અન્ય યુવા રાજ્ય શાખાના અધિકારીઓમાં પંજાબના દિલશેર ખન્ના, ગોવાના વિપુલ ફડકે અને છત્તીસગઢના પ્રભતેજ ભાટિયા સામેલ છે.