IPL 2019: મુંબઈના કોચ જયવર્ધનેએ જણાવ્યું ટીમની સફળતાનું રહસ્ય
માહેલા જયવર્ધનેએ કહ્યું કે, ટીમમમાં મેચ વિનર હોવાથી ઘણી મદદ મળી છે. ટીમે આ વર્ષે રાહુલ ચહરને સ્થાન આપ્યું અને તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે.
હૈદરાબાદઃ કોચ માહેલા જયવર્ધનેનું માનવું છે કે, ટીમમાં ઘણા મેચ વિજેતાઓની હાજરી અને 'ઈમાનદારી'ની સાથે ટીમ પસંદગી મુંબઈ ઈન્ડિયન્સની સતત સફળતા હાસિલ કરવાનું રાજ છે. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી સફળ ટીમ છે અને શ્રીંલકાના આ પૂર્વ દિગ્ગજ ખેલાડીએ કહ્યું કે, તેણે ટીમમાં 'સફળતાની સંસ્કૃતિ' તૈયાર કરવામાં ખૂબ મહેનત કરી છે.
પાછલી સિઝનમાં ટીમ માટે મયંક માર્કંડેયે સારૂ પ્રદર્શન કર્યું હતું જ્યારે હાલની સિઝનમાં રાહુલ ચહરે તેની જગ્યા લીધી અને વિશ્વાસ પર યોગ્ય ઠરતા કેટલાક મેચોમાં વિજયી પ્રદર્શન કર્યું. ઈજાગ્રસ્ત લસિથ મલિંગા 2018ની સિઝનમાં ટીમનો મેન્ટોર હતો પરંતુ આ સિઝનમાં તે મુખ્ય બોલરમાંથી એક છે.
IPL: રાજસ્થાનથી લઈને ચેન્નઈ સુધી, આ ટીમોએ આઈપીએલનું ટાઇટલ જીતીને રચ્યો ઈતિહાસ
ટીમે આ સિવાય યુવા ઇશાન કિશનને તક આપવા માટે અનુભવી યુવરાજ સિંહને બહાર કરવામાં હિંમત દેખાડી. આ સિવાય કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, કીરોન પોલાર્ડ, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને ઓપનિંગ બેટ્સમેન ડિ કોક જેવા ખેલાડીઓ મુંબઈની પાસે છે જે પોતાના દિવસે મેચ જીતાવવા સક્ષમ છે.
રવિવારે રમાનારી ફાઇનલ પૂર્વે શ્રીલંકાના પૂર્વ કેપ્ટને કહ્યું, આ વખતે (ઘણા વિજેતા હોવાથી) સિઝનની શરૂઆતમાં વાત કરી હતી. તેનાથી મુખ્ય ખેલાડીઓની ઉપરથી દબાવ ઓછો પણ થાય છે. જો તમારી ટીમમાં સાતથી આઠ એવા ખેલાડીઓ હોય છે જે તમારા માટે નાની ક્ષણ જીતી શકે તો તેમાં મેચ જીતવાની તક બને છે.
IPL 2019 MI vs CSK: મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાનારી ફાઇનલ પહેલા જાણો નંબર ગેમ
તેમણે કહ્યું, જ્યારે તમારા અલગ અલહ ખેલાડી પ્રદર્શન કરતા હોય તો વિરોધી ટીમને યોજના બનાવવામાં મુશ્કેલી આવે છે. તેનાથી અમને હાલની સિઝનમાં મદદ મળી. આકરા પસંદગીના નિર્ણયો પર જયવર્ધનેએ કહ્યું, અમે સિઝનની શરૂઆત મયંકની સાથે કરી પરંતુ તમામે વિચાર્યું કે રાહુલ સારી બોલિંગ કરી રહ્યો છે અને અમે તે વિકલ્પ પસંદ કર્યો. આ રીતે લસિથ મલિંગા ગત વર્ષે ઈજાગ્રસ્ત હતો, આ વર્ષે અમને લાગ્યું કે તે ફોર્મમાં આવી ગયો છે અને અંતિમ ઓવરોમાં બુમરાહનો સારો સાથ નિભાવી શકે છે.