બ્યૂનસ આયર્સઃ ભારતના વેઇટલિફટર જેરેમી લાલરિનુંગાએ યૂથ ઓલંમ્પિકમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મિઝોરમના જેરેમીએ 62 કિલો વગ્રમાં પ્રથમ ગોલ્ડ જીત્યો છે. આઈઝોલના 15 વર્ષના જેરેમીએ 274 કિલો (124 અને 150) કિલો વજન ઉચક્યું હતું. તેણે વિશ્વ યુવા ચેમ્પિયનશિપમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્પર્ધાનો સિલ્વર તુર્કીના તોપટાસ કાનેરે 263 કિલો વજન ઉંચકીને જીત્યો હતો. કોલંબિયાના વિલાર એસ્ટિવન જોસને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. જેરેમીએ એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 


આ મેડલ બાદ ભારતનું યૂથ ઓલંમ્પિકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શ થઈ ગયું છે. ભારત આ પહેલા ચાર મેડલ જીતી ચુક્યું છે. તુષાર માને અને મેહુલી ઘોષે 10 મીટર એર રાઇફલમાં સિલ્વર જીત્યો જ્યારે જૂડોમાં ટી તબાબી દેવીએ 44 કિલો વર્દમાં બીજા સ્થાને રહીને ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. 


ભારતે 2014માં નાનજિંગ યુવા ઓલંમ્પિકમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ જીત્યો હતો જ્યારે 2010માં સિંગાપુરમાં છ સિલ્વર અને બે બ્રોન્ઝ જીત્યા હતા. 



વેઇટલિફટર સ્નેહા સોરેન મહિલાઓની 48 કિલો વર્ગની સ્પર્ધામાં પાંચમાં સ્થાને રહી હતી. સ્વિમિંગમાં શ્રીહરિ નટરાજ 100 મીટર બેકસ્ટ્રોકના ફાઇનલમાં છઠ્ઠા સ્થાને રહ્યો. ટેબલ ટેનિસમાં અર્ચના કામથ અને માનવ ઠક્કરે પોતાની લીગ મેચ જીતી લીધી છ. 


ભારતીય હોકી ટીમે ઓસ્ટ્રિયાને 9-1થી પરાજય આપ્યો હતો. બેડમિન્ટનમાં લક્ષ્ય સેને પ્રથમ મેચમાં અક્રેનના ડેનિલો બોસ્કિયુકને 23-21, 21-8થી પરાજય આપ્યો હતો.