Jhulan Goswami Retirement: દુનિયાની સૌથી ફાસ્ટ મહિલા બોલર ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami) પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી રહી છે. ભારત અને ઇગ્લેંડની મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝનો ત્રીજો મુકાબલો લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઇ રહ્યો છે. આ મેચ ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami) ની અંતિમ મેચ છે. આ મેચની શરૂઆત પહેલાં મેદાન પર ઘણા ભાનુક દ્રશ્યો જોવા મળ્યા જેને ફેન્સના દિલ જીતી લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami) 2 દાયકા બાદ સંન્યાસ લઇ રહી છે. ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami) ની ફાઇનલ મેચ પહેલાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર પોતાના આંસૂ રોકી શકી નહી. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 


39 વર્ષીય ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami) એ 20 ઓગસ્ટના રોજ સંન્યાસની જાહેરાત કરી હતી. તમને જણાવી દઇએ કે 2009 માં હરમનપ્રીતે ઝૂલનની કેપ્ટનશિપમાં ડેબ્યૂ કર્યું હતું. ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami) ની અંતિમ મેચ પર કેપ્ટન હરમનપ્રીત સહિત ઘણા ખેલાડી આ અવસર પર પડ્યા હતા. 


ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami) ક્રિકેટના તમામ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી છે. ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami) એ મેચની શરૂઆત પહેલાં કહ્યું 'બીસીસીઆઇ અને બંગાળ ક્રિકેટ સંઘ, મારો પરિવાર, કોચ, કેપ્ટન સહિતને ધન્યવાદ. આ અવસર માટે ધન્યવાદ, આ વિશેષ પળ છે. 


ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami)એ 6 જાન્યુઆરી 2002 ના રોજ ઇગ્લેંડ વિરૂદ્ધ ભારત માટે પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમી હતી અને તે અંતિમ મેચ પણ આ ટીમ વિરૂદ્ધ રમી રહી છે. 


ઇગ્લેંડ ક્રિકેટ બોર્ડના વચગાળાના એક્ઝિક્યૂટિવ ક્લેયર કોનાર અને હેડ કોચ લીસા કાઇટલે ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami) ને ઇગ્લેંડની ખેલાડીઓ દ્રારા સાઇન કરેલી જર્સી ગિફટ કરી હતી.