નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિક (Umran Malik) ને આઈપીએલ 2021માં શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. ઉમરાનને આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ઈન્ડિયા-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ઈન્ડિયા એ (India A vs South Africa A) ટીમની આગેવાની ગુજરાતના ટોપ ઓર્ડર બેટર પ્રિયાંક પંચાલ (Priyank Panchal) ને સોંપવામાં આવી છે. ઈન્ડિયા એ ટીમનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 23 નવેમ્બરથી શરૂ થશે. બીસીસીઆઈની સીનિયર સિલેક્શન કમિટીએ મંગળવારે 14 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. 


સિરીઝની ત્રણેય 4 દિવસીય મેચ બ્લોએમેન્ફોન્ટેનમાં રમાશે. 21 વર્ષીય ડાબા હાથના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે અત્યાર સુધી માત્ર એક લિસ્ટ એ મેચ રમી છે. આ સિવાય 8 ટી20  મેચ રમી છે. ઉમરાનના પિતાની જમ્મુ-કાશ્મીરમાં એક ફળની દુકાન છે.


આ પણ વાંચોઃ IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, રોહિત બન્યો કેપ્ટન


ઉમરાને અત્યાર સુધી રેડ બોલ ક્રિકેટ રમી છે. પાછલા મહિને યૂએઈમાં આયોજીત આઈપીએલમાં ઉમરાન સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. તેણે 152.95 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી બોલ ફેંકી સનસની મચાવી હતી. ઉમરાન આઈપીએલની 14મી એડિશનમાં સૌથી ફાસ્ટ બોલ ફેંકનાર બોલર રહ્યો હતો. 


દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ઈન્ડિયા એ ટીમ આ પ્રકારે છેઃ
પ્રિયાંક પંચાલ (કેપ્ટન), પૃથ્વી શો, અભિમન્યુ ઈશ્વરન, દેવદત્ત પડિક્કલ, સરફરાઝ ખાન, બાબા અપરાજિત, ઉપેન્દ્ર યાદવ (વિકેટકીપર), કે ગૌતમ, રાહુલ ચાહર, સૌરભ કુમાર, નવદીપ સૈની, ઉમરાન મલિક, ઈશાન પોરેલ, અરઝાન નાગસવાલા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube