નવી દિલ્હીઃ વિશ્વ કપ 2019ની બીજી સેમિફાઇનલ યજમાન ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બર્મિંઘમના એજબેસ્ટન મેદાનમાં ચાલી રહી છે. આ હાઇવોલ્ટેજ મુકાબલામાં જે ટીમ જીતશે તે 14 જુલાઈએ લોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ફાઇનલ મેચ રમશે. પરંતુ આ પહેલા ઈંગ્લેન્ડ ટીમના શાનદાર ખેલાડી જો રૂટે વિશ્વકપમાં ઈતિહાસ રચી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી બેટ અને ફીલ્ડિંગથી વિરોધી ટીમ માટે મુશ્કેલી બનેલા જો રૂટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક વિશ્વ કપમાં સૌથી વધુ કેચ ઝડપવાનો વિશ્વ રેકોર્ડ બનાવી લીધો છે. જો રૂટે અત્યાર સુધી વિશ્વ કપ 2019મા 12 કેચ લીધા છે, જે એક ફીલ્ડર દ્વારા એક વિશ્વ કપ ટૂર્નામેન્ટમાં ઝડપવામાં આવેલા સૌથી વધુ કેચ છે. જો રૂટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે વર્ષ 2003ના વિશ્વ કપમાં સૌથી વધુ કેચ લીધા હતા. 


જો રૂટે વિશ્વ કપ 2019ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન પેટ કમિન્સનો કેચ સ્લિપમાં લીધો હતો. આદિલ રાશિદના બોલ પર કમિન્સનો આ કેચ ઝડપતા જ રૂટે આ વિશ્વકપમાં 12 કેચ લેવાનો રેકોર્ડ બનાવી લીધો છે. આ પહેલા જો રૂટે બેટથી એક વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 

હાર બાદ પંતે તોડ્યું મૌન, 'મારો દેશ, મારી ટીમ, અમે મજબૂતીથી વાપસી કરીશું'


એક વિશ્વ કપમાં સૌથી વધુ કેચ ઝડપનાર ખેલાડી


12 - જો રૂટ (ઈંગ્લેન્ડ), વિશ્વ કપ 2019*


11- રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા), વર્લ્ડ કપ 2003


10 - ફાફ ડુ પ્લેસિસ (દક્ષિણ આફ્રિકા), વર્લ્ડ કપ 2019