ENG vs WI: બીજી ટેસ્ટમાંથી જોફ્રા આર્ચર બહાર, સુરક્ષાના નિયમનો કર્યો ભંગ

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી મેચ પહેલા ઈંગ્લેન્ડને ઝટકો લાગ્યો છે. જોફ્રા આર્ચર આજથી માન્ચેસ્ટરમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આર્ચરે કોવિડ-19ને રોકવા માટે બનાવવામાં આવેલા બાયો સિક્યોરિટી પ્રોટોકોલનો ભંગ કર્યો છે.
માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર (Jofra Archer) વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ગુરૂવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. આર્ચરને કોરોના વાયરસથી બચવા માટે બનાવવામાં આવેલા બાયો-સિક્યોરિટી નિયમ તોડવાને કારણે મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેણે હવે પાંચ દિવસ માટે આઇસોલેશન પર રહેવું પડશે.
કોવિડ-19 (Covid- 19) મહામારી છતાં આ સિરીઝ રમાઇ રહી છે તથા સાઉથેમ્પ્ટનમાં પ્રથમ ટેસ્ટ મેચમાં કોઈ પ્રકારની ઘટના ઘટી નથી. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ નિવેદનમાં કહ્યું, ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચરને ટીમના જૈવ સુરક્ષિત વાતાવરણનો ભંગ કરવાને કારણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આજ (ગુરૂવાર 16 જુલાઈ)થી ઓલ્ડ ટ્રેફર્ડમાં શરૂ થનાર બીજી ટેસ્ટ મેચની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
તેમાં કહેવામાં આવ્યું છે, આર્ચરે હવે પાંચ દિવસ સુધી આઇસોલેશન પર રહેવું પડશે અને આ દમિયાન તેના કોવિડ-19 માટે બે ટેસ્ટ થશે. આ બંન્ને નેગેટિવ આવવા પર તે આઇસોલેશનમાંથી બહાર નિકળી શકશે. આર્ચરે તેની ભૂલને કારણે માફી માગી જેના વિશે ઈસીબીના નિવેદનમાં વિસ્તારથી જાણકારી આપવામાં આવી નથી.
ઈંગ્લેન્ડના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, 26 સભ્યોને કર્યા સામેલ
તેણે કહ્યુ, જે કંઇ થયું તેના માટે મને દુખ છે. મેં સ્વયંને નહીં પરંતુ ટીમ અને મેનેજમેન્ટને ખતરામાં મૂક્યા. હું મારા આ કૃત્યના પરિણામને સ્વીકારુ છું અને હું જૈવ સુરક્ષિત વાતાવરણમાં રહેનાર પ્રત્યેકની ક્ષમા માગુ છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube