લંડનઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન બેન સ્કોક્સનું માનવું છે કે યુવા ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ઓસ્ટ્રેલિયામાં 2021-22મા પોતાની ટીમને એશિઝ જીત અપાવવામાં મદદ કરશે. આર્ચરે હાલમાં 2-2થી ડ્રો થયેલી પાંચ મેચોની સિરીઝમાં કુલ 22 વિકેટ ઝડપી હતી. તેણે વિશ્વ કપનું ટાઇટલ જીતાડવામાં પણ ઈંગ્લેન્ડની ખુબ મદદ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ધ ગાર્ડિયને' બેન સ્ટોક્સના હવાલાથી જણાવ્યું, 'હું નથી સમજતો કે મેં મારા સમયમાં તેનાથી વધુ ટેલેન્ટેડ ક્રિકેટર જોયો છે. ટીમમાં આવો બોલર હોવો સારી વાત છે. તેમાં કોઈ શંકા નથી કે તે 2021-2022મા ઓસ્ટ્રેલિયામાં એશિઝ જીતવામાં અમારી મદદ કરી શકે છે.'

સ્મિથનો રેકોર્ડ અદ્ભુત, પરંતુ વિરાટ પણ સર્વશ્રેષ્ઠઃ સૌરવ ગાંગુલી


સ્ટોક્સે કહ્યું, 'તે કંટ્રોલની સાથે 90 માઇલ પ્રતિ કલાકની ગતિથી બોલિંગ કરી શકે છે અને આવો બોલર વિશ્વના કોઈપણ ભાગમાં ઘાતક હોય છે.' ઈંગ્લેન્ડની ટીમ હવે ન્યૂઝીલેન્ડ સાથે ઓક્ટોબરમાં પાંચ ટી20 અને બે ટેસ્ટ મેચ રમશે.