બેંગ્લુરું: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સીઝનની મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પર જોરદાર બોલી લગાવી અને પોતાની ટીમ સાથે જોડ્યો હતો. જોકે, આશ્ચર્યની વાત એ છે કે તે IPL 2022માં તે રમી શકશે નહીં, તેમ છતાં મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2022ની મેગા ઓક્શનમાં આર્ચરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જણાવી દઈએ કે જોફ્રા આર્ચરે મેગા ઓક્શન માટે પહેલા પોતાનું નામ આપ્યું ન હતું, પરંતુ બાદમાં તેણે તેના માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેના પર પણ બોલી લગાવવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL ઓક્શનના બીજા દિવસે ઈગ્લિશ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો. આર્ચરને તેની બે કરોડની બેઝ પ્રાઈસ સામે મુંબઈ ઈન્ડિયન્સે આઠ કરોડમાં ખરીદી લીધો છે. આર્ચર માટે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે પણ જોર લગાવ્યું પરંતુ મુંબઈએ પર્સ ખુલ્લું મૂકી દેતાં બીજી ટીમોએ પ્રયાસ પડતો મૂક્યો હતો. 


જોકે ખાસ બાબત એ છે કે આર્ચર આઈપીએલ 2022માં ભાગ લઈ શકશે નહીં, તેમ છતાં મુંબઈએ આ બોલર માટે પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો હતો. આર્ચર ગઈ આઈપીએલમાં પણ રમી શક્યો નહોતો. તે ઈજાગ્રસ્ત હોવાના કારણે ઘણા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. ગત વર્ષે આચરે કોણીનું ઓપરશન કરાવવું પડ્યું હતું. તે પછી તે ફિટનેસને ફરી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોફ્રા આર્ચર આઈપીએલમાં સારો રેકોર્ડ ધરાવે છે તેથી મુંબઈ ઈન્ડિયન્સે તેના પર દાવ લગાવ્યો છે. આર્ચરે અત્યાર સુધીમાં 35 આઈપીએલ મેચમાં 46 વિકેટ ઝડપી છે.


IPL 2022ની મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે બિડ કરીને રૂ. 8 કરોડમાં ખરીદ્યો હતો. જો કે, તે IPL 2022 માં રમી શકશે નહીં કારણ કે તે ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો છે કારણ કે તે ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરવા માંગે છે અને તેની ફિટનેસનું પણ ધ્યાન રાખવા માંગે છે. આઇપીએલની ત્રણ સિઝન માટે મેગા ઓક્શન ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને પોતાની સાથે જોડ્યો છે, જે આગામી બે વર્ષ સુધી ટીમની સાથે રહેશે.


મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી સફળ ટીમ છે અને તેની પાછળનું કારણ એ છે કે ફ્રેન્ચાઈઝી માત્ર એક સિઝન માટે જ નહીં પરંતુ આવનારી કેટલીક સિઝન માટે પણ વિચાર કરીને પગલાં ભરે છે. જોફ્રા આર્ચર પર 8 કરોડનો ખર્ચ કરવો એ એક મોટો નિર્ણય છે અને તે પણ એવા સમયે જ્યારે બધા જાણે છે કે તે આ વર્ષે ઉપલબ્ધ રહેશે નહીં. જોકે, મુંબઈ ઈન્ડિયન્સની આ માનસિકતા તેમને બીજા બધા કરતા અલગ છે. આ ઉપરાંત એ વાત પણ આશ્ચર્યજનક હતી કે જ્યારે કેટલીક ટીમોના ખેલાડીઓની સંખ્યા 20ની આસપાસ પહોંચી ગઈ હતી ત્યારે તે સમયે મુંબઈમાં માત્ર 12 ખેલાડીઓ હતા જેમાંથી ચાર ખેલાડીઓને પહેલાથી જ જાળવી રાખવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube