જોહનિસબર્ગઃ કેપ્ટન ડીન એલ્ગર (188 બોલ, 10 ફોર અને અણનમ 96 રન) ની ની મદદથી સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમને સાત વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે તેણે સિરીઝ 1-1થી સરભર કરી લીધી છે. ભારતે આપેલા 240 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આફ્રિકાએ પોતાના ઘરેલૂ મેદાન પર ધૈર્યથી બેટિંગ કરી અને ભારતીય ટીમના અરમાનો પર પાણી ફેરવી દીધુ છે. ચોથા દિવસે જ્યારે વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ તો તેને જીત માટે 122 રનની જરૂર હતી. અહીંથી કેપ્ટન એલ્ગરે એક છેડો સંભાળ્યો અને દમદાર બેટિંગ કરતા મેચ યજમાન ટીમના પક્ષમાં કરી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમની અહીં જોહનિસબર્ગના વાન્ડર્સ સ્ટેડિયમમાં પ્રથમ હાર છે. આ પહેલા રમાયેલી 5 મેચમાંથી તેણે ત્રણ ડ્રો કરાવ્યા છે, જ્યારે બે મેચમાં જીત મળી છે. સિરીઝની ત્રીજી ટેસ્ટ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. જો ભારતીય ટીમ તે મેચ જીતી જાય તો સાઉથ આફ્રિકામાં પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું પૂરી થઈ જશે. 


આ પહેલા કેપ્ટન એલ્ગરે મજબૂત અણનમ ઈનિંગ અને બે ઉપયોગી ભાગીદારીથી દક્ષિણ આફ્રિકાના બે વિકેટ પર 118 રન બનાવી 240 રનનો લક્ષ્ય હાસિલ કરવાની આશા જીવંત રાખી હતી. એલ્ગર 46 અને રોસી વાન ડર ડુસેન 11 રન પર રમી રહ્યા હતા. ચોથા દિવસે ઘણા સમયની રમત વરસાદને કારણે ધોવાય ગઈ હતી. ભારતીય સમયાનુસાર મેચ સાંજે સાત કલાકે શરૂ થઈ તો બંને બેટરોએ ભારતીય બોલરોને શાનદાર સામનો કર્યો હતો.


આ પણ વાંચોઃ મહિલા વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન


આ બંનેએ મળીને ટીમને 175 રન સુધી પહોંચાડી હતી. ત્યારબાદ મોહમ્મદ શમીએ વાન ડર ડુસેનને 40 રનના સ્કોર પર આઉટ કરી ભારતને દિવસની પ્રથમ સફળતા અપાવી હતી. તેણે 92 બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ ટેમ્બા બાવુમા અને કેપ્ટન એલ્ગરે કોઈ વિકેટ પડવા દીધી નહીં. એલ્ગરે અશ્વિનના બોલ પર વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. બાવુમા 45 બોલમાં 3 ચોગ્ગા સાથે 23 રન બનાવી અણનમ રહ્યો હતો. 


ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 202 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં 266 રન બનાવ્યા હતા. આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 229 રન બનાવી 27 રનની લીડ મેળવી હતી. આ રીતે ભારતે યજમાન ટીમને જીતવા માટે 240 રનનો લક્ષ્ય આપ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube