લંડનઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જોન ટૈરીએ રવિવારે ફુટબોલમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી દીધી છે. પોતાના જમાનામાં ઈંગ્લેન્ડ ડિફેન્સના મજબૂત ખેલાડીઓમાંથી એક 37 વર્ષના ટૈરીએ 78 વખત આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના કેરિયર દરમિયાન તેઓ વધુ સમચ ચેલ્સી ક્લબ સાથે જોડાયેલા રહ્યાં હતાં. તેમણે ચેલ્સી માટે 717 મેચમાં 67 ગોલ કર્યા હતા. ગત વર્ષે તેમણે બીજા સ્તરની ટીમ એસ્ટોન વિલાનું નેતૃત્વ કર્યું હતું. 


તેમને રૂસની ક્લબ સ્પાર્ટક મોસ્કોમાંથી રમવાનો પ્રસ્તાવ મળ્યો હતો, પરંતુ તેને ઠુકરાવતા કહ્યું હતું કે રૂસ જવું તેના પરિવાર માટે યોગ્ય નિર્ણય રહેશે નહીં. 



ટૈરીએ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, ફુટબોલર તરીકે 23 વર્ષ પસાર કર્યા બાદ મને લાગ્યું કે, રમતમાંથી નિવૃતી લેવાનો યોગ્ય સમય છે. 


ટૈરીને રાષ્ટ્રીય ટીમથી વધુ ચેલ્સીનું પ્રતિનિધિત્વ કરવા માટે યાદ રાખવામાં આવશે. જેના ટીમમાં રહેવાને કારણે ટીમે પ્રીમિયર લીગ અને એફએ કપનું ટાઇટલ પાંચ વકત જીતવા સિવાય એકવાર ચેમ્પિયન્સ લીગ અને એક વાર યૂરોપા લીગનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. 


તેમણે કહ્યું, હું મારા તમામ સાથી ખેલાડીઓ, સ્ટાફનો આભારી છું, જેણે મને આટલા વર્ષો સુધી કામ કરવા અને શિખવાની તક આપી. આ તમામ મેચ રમવા દરમિયાન મારૂ માર્ગદર્શન કર્યું હતું.